For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ અને મોદી વચ્ચે રાજકારણના વલયમાં એકલા પડ્યાં નીતિશ!

|
Google Oneindia Gujarati News

પટના, 5 મેઃ બિહારના મુખ્યમંત્રી જ્યારે બિહારની સત્તામાં પોતાની બીજી ઇનિંગ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમણે વિકાસ અને સોશિયલ એન્જીનીયરિંગના મહારથીના રૂપમાં જોવામાં આવતા હતા, પરંતુ હાલની લોકસભા ચૂંટણીમાં આરજેડીના લાલુ પ્રસાદના સોશિયલ ઇન્જીનીયરિંગ અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીના વિકાસના મુદ્દાની વચ્ચે નીતિશ એકલા પડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.

nitish-kumar
રાજકીય જાણકારો માને છેકે નીતિશ પોતાના રાજકીય જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. નીતિશને આજે પોતાના પર જ વિશ્વાસ નથી અને ના તો પોતાના વોટ બેન્ક પર. ચૂંટણીના પ્રારંભથી જ્યાં નીતિશ પોતાની ચૂંટણી સભાઓમાં પોતાના ન્યાય સાથે સુશાસન હેઠળ વિકાસને પ્રાથમિકતા આપતા હતાં, હવે તેમના ભાષણમાં વિપક્ષીઓ પર આક્રમણ પ્રાથમિકતા બની ગઇ છે. ત્યાગ, તેજ, તાપ, બળથી રક્ષિત આ સ્વતંત્રતા, દુઃખી મનુજતા હેઠળ અર્પિત આ સ્વતંત્રતા, તેને મિટાવવાના ષડયંત્ર કરનારાઓ કહી દો, ચિંગારીઓનો ખેલ ઘણો ખરાબ હોય છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આ કવિતા નીતિશે પોતાના ફેસબૂક વોલ પર લખી, પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય વિશ્લેષક અજય કુમાર કહે છેકે, નીતિશે ભાજપ સાથે 17 વર્ષ જૂનો નાતો તોડીને માત્ર પોતાના સોશિયલ એન્જીનીયરિંગનાનું ગણિત તો બગાડી જ નાખ્યું પરંતુ તેમણે નબળા પડેલા આરજેડીના લાલટેનની જ્વાળાને તેજ થવાની તક આપી દીધી છે. બિહારની 40 બેઠકોમાંથી લગભગ તમામ બેઠકો પર ત્રિકોણાત્મક સંઘર્ષની સ્થિતિ બનેલી છે. ગત ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ સાથે હતા, જેના કારણે આરજેડીની જંગ આમને સામનેની હતી. પરંતુ આ ચૂંટણીમાં સ્થિતિઓ બદલાઇ ગઇ છે. ભાજપે તો પોતાના નવા સાથીના રૂપમાં લોક જનશક્તિ પાર્ટીને શોધી લીધી અને આરજેડી ફરીએકવાર કોંગ્રેસની સાથી બની ગયું, પરંતુ જેડીયુ એકલું પડી ગયું છે.

જેડીયુએ 38 બેઠકો પર ઉમેદવાર ઉભા કર્યા છે, બે બેઠકો ગઠબંધન હેઠળ ભાકપા માટે છોડી છે. જેડીયુનું માનવું હતું કે ભાજપથી અલગ થઇને લઘુમતિઓ તેમના તરફ આકર્ષિત થશે, પરંતુ લાલુએ આ દોરમાં આકરી મહેનત કરી પોતાના મુસ્લિમ અને યાદવ વોટબેન્કને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો છે. નીતિશથી લઘુમતિઓ દૂર થવાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છેકે લઘુમતિઓના વધુ મતદાતાવાળા કિશનગંજ સંસદીય ક્ષેત્રમાં જેડીયુના ઉમેદવાર અખ્તરુલ ઇમાન ચૂંટણી મેદાનમાંથી હટી ગયા, જ્યારે નીતિશ ઇમાનને આરજેડીમાંથી પોતાની પાર્ટીમાં લાવ્યા હતા.

પટનાના વરિષ્ઠ પત્રકાર સંતોષ સિંહ કહે છેકે, વર્ષ 2004 અને 2009માં થયેલી લોકસભા ચૂંટણી અને 2005 તથા 2010ની વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. તે સમયે નીતિશ વિકાસની વાત જરૂર કરતા હતા પરંતુ સાચો મામલો લબાદા સોશિયલ એન્જીનીયરિંગનો હતો. આ ચૂંટણીમાં માત્ર સવર્ણોના વોટ જ માત્ર બન્ને દળોને મળવા નથી પરંતુ કુર્મી, કોઇરી, દલિત, મહાદલિતોના વોટ પણ મળ્યા હતા. લધુમતિઓના મતો પણ વિખરાયેલા હતા અને એ સમુદાયના વોટ મેળવવામાં જેડીયુ સફળ રહ્યું હતું.

વર્ષ 2004માં થયેલી લોકસભા ચૂંટણીમાં જેડીયુએ 22 ટકા કરતા વધારે જ્યારે 2009ની ચૂંટણીમાં 24 ટકા મત મળ્યા હતા. ગત ચૂંટણીમાં જેડીયુના 20 ઉમેદવાર વિજયી થયા હતા. આ વચ્ચે જેડીયુ પાસે સ્ટાર પ્રચારકોની ઉણપ છે. નીતિશને છોડી દો તો પાર્ટીમાં એવા કોઇ નેતા નથી જેને સ્ટાર પ્રચારક કહી શકાય. તેવામાં જ્યાં નીતિશનો વિરોધ થઇ રહ્યો છે, ત્યાં ફરીથી જઇને પ્રચાર કરી શકે એવા કોઇ નેતા નથી.

નીતિશ ચૂંટણી સભા દરમિયાન તીર(જેડીયુનું ચૂંટણી ચિન્હ) નહીં ચાલતા વિજળી બંધ થઇને લાલટેન(આરડેડીનું ચૂંટણી ચિન્હ) યુગ આવવાની વાત કરે છે, તથા કમળ ખિલવાથી કાદવ આવવાનો ભય બતાવી રહ્યાં છે. જેડીયુના એક નેતા પણ માને છેકે પાર્ટીના એક વર્ગનું મનોબળ થોડુક નબળું થયું છે, પરંતુ હજુ પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નીતિશના સુશાસન અને વોટ ગણિત પર વિશ્વાસ છે. પાર્ટીને એ પણ માલુમ છેકે લોકસભા ચૂંટણી પરિણામની અસર રાજ્ય સરકારના સ્થાયિત્વ પર પણ પડશે.

English summary
bihar chief minister nitish kumar faces hard time in politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X