નારાજ શિક્ષકોએ ભરી સભામાં નીતિશ કુમારને દેખાડ્યા ચપ્પલો

પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની અધિકાર યાત્રા દરમિયાન રવિવારે નીતિશ કુમાર મધુબની પહોંચ્યા હતા. અત્રે કોન્ટ્રાક્ટ પર લેવાયેલા શિક્ષકો ધસી આવ્યા અને કાયમી શિક્ષકોના વળતર સાથે સરખામણીની માગ કરી હતી.
શિક્ષકોએ પહેલા નીતિશ કુમારને મળવાની પરવાનગી માગી હતી, પરંતુ તેમણે મળવાનાની ના કહેતા શિક્ષકોએ કાર્યક્રમમાં જ નીતિશ કુમારને ચપ્પલ બતાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પહેલા ચાર વખત નીતિશ કુમાર શિક્ષકોના વિરોધનો ભોગ બની ચૂક્યા છે. જોકે નીતિશ કુમારનું માનવું છે કે આ વિપક્ષનું કાવતરૂ છે.












Click it and Unblock the Notifications
