For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમાર સાતમી વાર બનશે બિહારના મુખ્યમંત્રી, સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી

નીતિશ કુમાર સાતમી વાર બનશે બિહારના મુખ્યમંત્રી, સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

બિહારમાં સત્તારુઢ ગઠબંધન એનડીએની રવિવારે બેઠક મળી. જેમાં નીતિશ કુમારને સર્વસંમતિથી એનડીએ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. નીતિશ કુમાર બિહારના સાતમી વાર મુખ્યમંત્રી બનશે. સુશીલ મોદી નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ એનડીએની આ મહત્વપૂર્ણ બેઠકમાં સામેલ થયા. એનડીએમાં ભાજપ પાસે સૌથી વધુ 74 ધારાસભ્યો છે. જ્યારે જેડીયૂના 43 ધારાસભ્ય છે. સહયોગી દળ હમ અને વીઆઈપી પાસે 4-4 સીટ છે.

Nitish Kumar

નીતિશ કુમારને સર્વસંમતિથી નેતા ચૂંટ્યા બાદ એનડીએના નેતા રાજભવન તરફ રવાના થઈ ગયા. જ્યાં તેઓ નવી સરકાર રચવાનો દાવો કરશે. રાજ્યપાલ ફાગૂ ચૌહાણ નીતિશને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. જે બાદ એક બે દિવસમાં શપથગ્રહણ થઈ શકે છે. જો કે મંત્રિમંડળમાં ભાજપ અથવા જદયૂના કોના મંત્રી વધુ હશે તે મામલે હજી સ્પષ્ટતા નથી થઈ. જલદી જ મંત્રિમંડળને લઈ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

બિહારની ચૂંટણી જીત્યા બાદ નીતીશ કુમારે આપી પ્રથમ પ્રતિક્રીયા, કહ્યું- જનતા જ માલિકબિહારની ચૂંટણી જીત્યા બાદ નીતીશ કુમારે આપી પ્રથમ પ્રતિક્રીયા, કહ્યું- જનતા જ માલિક

રક્ષામંત્રી રાજનાથ સિંહ જ્યારરે બેઠકકમાં ભાગ લેવા પહોંચ્યા તો નીતિશ કુમાર ખુદ આવાસની બહાર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ જેવા વરિષ્ઠ નેતા સામે વાળી ખુરશીઓ પર બેઠા હતા. જ્યારે ધારાસભ્યો માટે સાામે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતાં અલગ ખુરશીઓનો ઈંતેજામ કરવામાં આવ્યો હતો.

English summary
Nitish Kumar named 7th time as chief minister of Bihar, sushil modi will be Dy CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X