For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાત

ગુજરાતમાં જે રીતે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે તે બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જે રીતે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે તે બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. નીતીશ કુમારે કહ્યુ કે મે આ મુદ્દે મુખ્યમંત્રી સાથે રવિવારે વાત કરી છે. અમે તેમના સંપર્કમાં છીએ. તે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. નીતીશ કુમારે કહ્યુ કે જે લોકોએ આ ગુનો કર્યો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ.

nitish kumar

નીતીશ કુમારે કહ્યુ કે ગુજરાતમાં કોઈની પણ સાથે ભેદભાવ ન થવો જોઈએ. આ મામલે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે ગયા 4-5 દિવસોમાં યુપી અને બિહારના લોકો પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. અમે આ મામલે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં બિન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે. ખાસ કરીને યુપી-બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 42 કેસ ફાઈલ થયા છે. વળી, 342 લોકોની ધરપકડ પણ થઈ છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશેઆ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે

બિન ગુજરાતીઓ પર થઈ રહેલી હિંસાના ડરથી યુપી-બિહારના લોકો પાછા પોતાના રાજ્યમાં પાછા ફરવા માટે મજબૂર થઈ રહ્યા છે. ગુજરાતની બહારના લોકો પર હિંસાના આ મામલે કુલ 6 જિલ્લા પ્રભાવિત થયા છે. સૌથી વધુ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. મહેસાણામાં આ મામલે અત્યાર સુધીમાં 89 લોકોની ધરપકડ થઈ છે. વળી, સાબરકાંઠામાં 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ અમદાવાદમાં 73 લોકોની અને ગાંધીનગરમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડઆ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ

English summary
Nitish Kumar speaks to Gujarat CM over violence against UP Bihar migrants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X