નીતિશે નરેન્દ્ર મોદીને કવિતાથી આપ્યો જવાબ

પટણા, 11 માર્ચ: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર મંગળવારે નિશાનો સાધતા જણાવ્યું કે તેમને બિહારથી પ્રેમ નથી અને બિહાર અંગે જ્ઞાન પણ નથી એવામાં તેઓ નવું બિહાર કેવી રીતે બનાવશે.

નીતિશે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર મોદીનું નામ લીધા વગર એક કવિતા દ્વારા કટાક્ષ કરતા લખ્યું છે કે 'ઉન્હે ન પ્રેમ હે ન જ્ઞાન હૈ, બિહાર સે અનજાન હૈ, યે કેસે બિહાર બનાયેગે..' તેમણે આગળ લખ્યું છે કે 'વોટ તભી તો આયેગે જબ બિહાર કો ભટકાયેગે.. જો વિકાસ હુઆ હૈ ઉસે નકાર દે, કુછ હાદસો પર ડકાડ દે, આઓ વિકાસ કો જામ કરે. બિહાર કો બદનામ કરે, આતંકવાદ કા હવાલા દે, ઝૂઠ ઘોટાલો કા ઝાલા દે.'

મોદી પર નિશાનો સાધતા નીતિશ કુમારે આગળ પણ લખ્યું છે, 'બિહાર મેં હુંકાર ભરે, મહારાષ્ટ્ર મેં આભાર ભરે (બિહાર દ્વારા ઉત્તર ભારતીયોનો વિરોધ કરી રહેલા મનસે દ્વારા ભાજપના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઊભો નહીં કરવા બદલ આભાર માન્યો) બઢતે બિહાર કે મનોબલ કો પ્રપંચ સે તાર-તાર કરે.'

nitish kumar
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પૂર્ણિયા જિલ્લામાં આયોજિત પોતાની હુંકાર રેલી દરમિયાન મોદીએ નીતિશ પર વડાપ્રધાન બનવાના પોતાના સપનાઓને પૂરા કરવા માટે રાજગ સાથે ગઠબંધન તોડાવાનો આરોપ લગાવ્યો હતો.

નીતિશના મુસલમાનોના હિતેચ્છુ હોવાના દાવાને ખોટા સાબિત કરવા માટે બિહાર અને ગુજરાતમાં મુસલમાનોની સ્થિતિ સાથે જોડાયેલા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, અને ગયા વર્ષે 27 ઓક્ટોબરના રોજ પટણામાં ભાજપની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના પગલે રાજ્યમાં વ્યવસ્થા પર સવાલો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X