નીતિશ કુમારે મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મોદીના જન્મદિવસની વાત કરીએ તો નીતિશ કુમારે કહ્યું કહ્યું હતું કે આ અવસર પર તેમને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું, પરંતુ મને દુખ એ વાતનું છે કે આ ક્રાર્યક્રમના સંયોજક અને મારા મંત્રીમંડળીય સહયોગી ગિરિરાજજીએ મને કેક ખવડાવી નથી.
તેમને આ અંગે કારણ પૂછતાં તેમને જણાવ્યું હતું કે ' હું કેમ વાંધો ઉઠાવું ? મને ખુશી છે કે ભાજપે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવ્યો.' આ અવસર પર પાર્ટીના સાંસદો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મિઠાઇ અને કેક વહેંચવામાં આવી હતી. સમારંભમાં ગિરિરાજે એક મોટી કેક કાપી હતી અને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ મોદીનો જન્મદિવસ છે, જે રાષ્ટ્રનિર્માતા છે.
દેશની જનતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાનની ખુરશી પર જોવા માંગે છે. આ અવસર પર પટણા સહિત રાજ્યભરમાં મોદીના ફોટાવાળા મોટા-મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ હોર્ડિંગ્સના માધ્યમથી મોદીને ભાવિ વડાપ્રધાન બતાવવામાં આવ્યા હતા. ગિરિરાજે મોદી અને નિતિશની તુલના કરતાં જણાવ્યું હતું કે બંને કોઇ ફરક નથી, બંને વિકાસ પુરૂષ છે.
આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે, પરંતુ મોદી તેઓ જન્મદિવસ ઉજવવાની જગ્યાએ ચૂંટણી અભિયાનમાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે ગડકરીએ મોદી અને કેશુભાઇ પટેલ વચ્ચે સમાધાન કરવવાની કવાયત શરૂ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
