રાત્રે અમે ખેતરમાં મળ્યા, તેને કહ્યું કે બ્લેડથી મારુ ગળું કાપ

Posted By:
Subscribe to Oneindia News

નીતુ મર્ડર કેસમાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીએ જે કહાની સંભળાવી છે તે ચોંકાવી નાખે તેવી છે. 11-12 એપ્રિલની રાત્રે સંગ્રામપૂર વિસ્તારના ક્ષેત્રમાં નેનહા વાર્તાલી ગામમાં નૌટંકી જોઈને ઘરે પાછી આવી રહેલી નીતુની હત્યા થઇ હતી.

જિલ્લા એસપી કુંતલ કુમારે જણાવ્યું કે કેસ માટે પોલીસની ઘણી ટીમ લગાવવામાં આવી હતી. પોલીસે જયારે મૃતક યુવતીની ફોન ડીટેલ મંગાવી ત્યારે આખો મામલો સામે આવી ગયો.

અનિલ સરોજ સાથે અફેર

અનિલ સરોજ સાથે અફેર

આખો મામલો નેનહા વાર્તાલી ગામનો છે. જ્યાં ગામમાં રહેતા સફાઈકર્મી સીતારામ સરોજ ની દીકરી નીતુ નું પ્રતાપગઢમાં રહેતા અનિલ સરોજ સાથે અફેર હતું. બંને પરિવાર વચ્ચે લગ્ન માટે વાત પણ ચાલી. પરંતુ નીતુ ના પિતાનું કહેવું હતું કે છોકરો કઈ જ કરતો નથી એટલા માટે નીતુ ના લગ્ન કોઈ કમાણી કરતા છોકરા સાથે કરવામાં આવશે. લગ્ન તૂટી જવાથી બંને પરિવાર વચ્ચે સંબંધ બગડી ગયા હતા. પરંતુ નીતુ અને અનિલ વચ્ચે મુલાકાત ચાલતી રહી.

પ્રેમિકાનું ગળું કાપ્યા પછી આત્મહત્યા કરી શક્યો નહીં

પ્રેમિકાનું ગળું કાપ્યા પછી આત્મહત્યા કરી શક્યો નહીં

પ્રેમી અનિલે પોલીસને જણાવ્યું કે બંને એ આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો. રાત્રે નીતુ ગામમાં આયોજિત નાટક જોવા ગયી હતી. નાટક પત્યા પછી બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો. નાટક જોઈને નીતુ ઘરે આવી ત્યારપછી ઘરમાં બધાને સુતા જોઈને તે પ્રેમીને મળવા માટે ઘરની પાછળ કુવા પાસે ગયી. બંને પ્રેમી આત્મહત્યા કરવા માટે ઘરની પાછળ આવેલા ખેતરમાં ગયા. નીતુએ પ્રેમીને જણાવ્યું કે પહેલા મારુ બ્લેડથી ગળું કાપી નાખ પછી તું આત્મહત્યા કરી લેજે.

લાશ મળ્યા પછી હંગામો થયો

લાશ મળ્યા પછી હંગામો થયો

અનિલે જણાવ્યું કે નીતુના કહેવા પર તેને બ્લેડથી તેનું ગળું કાપી નાખ્યું. પરંતુ પોતે આત્મહત્યાની હિંમત ના કરી શક્યો. ગભરાઈને તે ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે નીતુની લાશ મળતા હડકંપ ફેલાઈ ગયો. લાશને કબ્જામાં લેવા માટે ઘણી ઝડપ થયી. મામલો ગંભીર બનતા એસપી અને એએસપી જાતે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમને ગ્રામીણોને સમજાવીને લાશ પોતાના કબ્જામાં લીધી.

English summary
Nitu murder case amethi solved lover arrested

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.