Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમારી અને ગાંગુલી વચ્ચે કોઈ ડીલ નથી અને ના અમે તેમને અધ્યક્ષ બનાવ્યાઃ અમિત શાહ

સૌરવ ગાંગુલીનુ અધ્યક્ષ બનવાનુ લગભગ નક્કી છે જેના વિશે ઔપચારિક ઘોષણા 23 ઓક્ટોબરે થશે જેને પણ વિરોધી દળ રાજકારણ સાથે જોડી રહ્યા છે. આ વિશે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે.

હાલમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી મોસમ છવાયેલી છે જ્યાં બધી રાજકીય પાર્ટીઓ આના માટે પોતાનો દમ લગાવી રહી છે. વળી, બીજી તરફ બીસીસીઆઈ અધ્યક્ષ પદનો મુદ્દો પણ હવે સમાચારોમાં છવાયો છે. દેશના સ્ટાર ખેલાડી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનુ અધ્યક્ષ બનવાનુ લગભગ નક્કી છે જેના વિશે ઔપચારિક ઘોષણા 23 ઓક્ટોબરે થશે જેને પણ વિરોધી દળ રાજકારણ સાથે જોડી રહ્યા છે. આ વિશે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે.

અમારી અને ગાંગુલી વચ્ચે કોઈ ડીલ નથીઃ અમિત શાહ

અમારી અને ગાંગુલી વચ્ચે કોઈ ડીલ નથીઃ અમિત શાહ

વાસ્તવમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ અને ગાંગુલી વચ્ચે 2021માં યોજાનાર બંગાળ ચૂંટણી વચ્ચે ડીલ થઈ છે. ભાજપ ગાંગુલીને બંગાળ ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો બનાવી શકે છે, જેના વિશે અમિત શાહે કહ્યુ કે અમે ગાંગુલીને બીસીસીઆઈ અધ્યક્ષ નથી બનાવ્યા અને અમારી વચ્ચે કોઈ ડીલ નથી થઈ. બીસીસીઆઈના અધ્યક્ષ કોણ હશે, એ બધુ હું નક્કી નથી કરતો. આના માટે બીસીસીઆઈની પોતાની ચૂંટણી પ્રક્રિયા છે જે થયુ તે એ નિયમ હેઠળ થયુ છે, મારે કે ભાજપને આની સાથે કોઈ લેવાદેવા નથી.

ગાંગુલી ભાજપમાં આવ્યા તો અમને ખુશી થશેઃ અમિત શાહ

ગાંગુલી ભાજપમાં આવ્યા તો અમને ખુશી થશેઃ અમિત શાહ

જો કે અમિત શાહે એ જરૂર કહ્યુ કે ગાંગુલી ક્રિકેટની દુનિયાનુ મોટુ નામ છે, જો તે ભાજપમાં આવે તો અમને ખૂબ ખુશી થશે પરંતુ તેમના અધ્યક્ષ બનવાથી અમારે કોઈ લેવા-દેવા નથી. આમ પણ અમારે બંગાળમાં કોઈ ચહેરાથી જરૂર નથી, ચહેરા વગર પણ અમે લોકસભા ચૂંટણીમાં 18 સીટો જીતી હતી. આનો અર્થ એ નથી કે ચહેરાની જરૂર નથી પરંતુ અમે કોઈ એક વિના પણ ચૂંટણી જીતી શકીએ છીએ.

ગાંગુલી 10 મહિના માટે અધ્યક્ષ હશે

ગાંગુલી 10 મહિના માટે અધ્યક્ષ હશે

તમને જણાવી દઈએ કે ગાંગુલીના અધ્યક્ષ પદની ઘોષણા 23 ઓક્ટોબરે થશે. તે 10 મહિના માટે બોર્ડા અધ્યક્ષ હશે. ગાંગુલી 5 વર્ષ 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. નવા નિયમો અનુસાર બોર્ડના કોઈ પણ સભ્ય સતત 6 વર્ષ સુધી જ કોઈ પદ પર રહેશે. આ ઉપરાંત અમિત શાહના પુત્ર જયને સચિવ પદ માટે અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધૂમલ કોષાધ્યક્ષના પદ પર બેસશે, જેમના માટે પણ ઔપચારિક એલાન બાકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X