For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં હજુ સુધી નથી મળ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેનઃ AIIMSના ડાયરેક્ટરનો દાવો

હજુ પણ લોકોના મનમાં છે કે શું કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે?

|
Google Oneindia Gujarati News

New Corona Strain: ભારતમાં કોરોના વાયરસ(Coronavirus)ની પહેલી લહેર ખતમ થઈ ચૂકી છે જેના કારણે હવે રોજના કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન બ્રિટનમાં એક નવી મુસીબત આવી છે જ્યાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ નવો સ્ટ્રેન પહેલાના કોરોનાથી વધુ ખતરનાક છે. સાથે જ તેના ફેલાવાની ક્ષમતા પણ ઘણી વધુ છે. કેસની ગંભીરતાને જોતા બ્રિટને પોતાને ત્યાં લૉકડાઉન(Lockdown) લાગુ કરી દીધુ છે. સાથે જ ત્યાંથી મોટાભાગની ઉડાનો પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે પરંતુ સવાલ હજુ પણ લોકોના મનમાં છે કે શું કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે?

corona virus

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ દિલ્લી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(AIIMS Director Randeep Guleria)એ કહ્યુ કે અત્યારે કોરોના વાયરસના નવા મ્યુટેશનને લંડન અને સાઉથ બ્રિટનમાં જોવામાં આવ્યુ છે. આ મ્યુટેશન જે વિસ્તારમાં છે ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ ત્યાં દર્દીઓની સીરિયસનેસ વધી નથી. આ નવો વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જલ્દી ફેલાઈ જાય છે. આ જ કારણ છે કે ભારત સહિત તમામ દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે અને એરપોર્ટ પર પણ ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે.

ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કોઈ કેસ મળ્યા નછી. આમ તો આ રાહતભર્યા સમાચાર છે પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. આના માટે જે પણ લોકો બહારથી આવી રહ્યા છે તેમનુ ટેસ્ટિંગ કરવામાં આવે. સાથે જ બની શકે તો તેમને આઈસોલેટ કરવામાં આવે. તેમણે કહ્યુકે અત્યાર સુધી ભારતમાં માત્ર વાયરસના પૉઝિટિવ હોવાને જોવામાં આવતુ હતુ પરંતુ હવે તેના જેનેટિક સીકવન્સને જોવુ પણ જરૂરી છે. ખાસ કરીને એ લોકોને જે બ્રિટનથી હાલમાં જ પાછા આવ્યા છે.

ડૉ. ગુલેરિયાએ આગળ કહ્યુ કે ભારતે કોરોના વાયરસ પર આટલી મહેનત કરી ત્યારે સ્થિતિ કંટ્રોલમાં આવી. આના કારણે બધા ઈચ્છે છે કે નવો સ્ટ્રેન ભારતમાં ન આવે અને આવી ગયો હોય તો ફેલાય નહિ. તેમના જણાવ્યા મુજબ પહેલા પણ કોરોના વાયરસના ઘણા મ્યુટેશન જાણવા મળી ચૂક્યા છે પરંતુ આ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આના કારણે બધી સરકારો ચિંતામાં છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે કોઈ વિસ્તારમાં કોરોનાના કેસ વધુ આવવાનુ કારણ ત્યાંની વસ્તી, બેદરકારી પણ હોઈ શકે છે પરંતુ આના માટે વધુ ડેટા પર રિસર્ચ કરવાની જરૂર છે. હાલમાં સાવચેતીઓ રાખવી જોઈએ.

AMUના શતાબ્દી સમારંભમાં આજે શામેલ થશે PM મોદીAMUના શતાબ્દી સમારંભમાં આજે શામેલ થશે PM મોદી

English summary
No case of new corona strain in india said AIIMS director Randeep Guleria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X