સંસદમાં પહેલીવાર ગૃહ મંત્રાલયનું એલાન, દેશમાં NRC પર હજી કોઈ ફેસલો નથી લેવાયો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસી લાગૂ કરવાને લઈ હજી સુધી કેન્દ્રની એનડીએ સરકારે કોઈ ફેસલો લીધો નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એનઆરસીને લઈ પૂછેલા સવાલના જવાબમાં લોકસભામાં પોતાના લેખિત જવાબમાં આ વાત કહી છે. તેમની તરફથી કહેવામાં આવ્યું કે હજી સુધી આખા દેશમાં એનઆરસી કરાવવાને લઈ કોઈ મોટો ફેસલો થયો નથી કે કોઈ તૈયારી પણ શરૂ નથી થઈ.
સંસદ સભ્ય ચંદન સિંહ અને નમા નાગેશ્વર રાવે પ્રશ્ન કર્યો હતો કે શું સરકાર આખા દેશમાં એનઆરસી લાવવા જઈ રહી છે? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લેખિત ઉત્તરમાં કહ્યું કે, હજી સુધી એનઆરસીને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.
સંસદના ગત સત્રમાં સરકાર નાગરિકતા સંશોધન એક્ટને લઈને આવી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશભરમાં એનઆરસી કરાવવાની પણ વાત કહી હતી. શાહના આ નિવેદન બાદ પૂર્વોત્તરના કેટલાય રાજ્યો અને દેશના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં હતાં. આસામ, ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી. નાગરિકતા સંશોધન કાનૂન પાસે થયા બાદથી જ દેશમાં આનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એનઆરસીને લઈ લોકો સતત સવાલ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહ મંત્રાલયે પણ કહ્યું કે હાલ આની તૈયારી થઈ નથી.
MoS Home Nityanand Rai in a written reply to a question in Lok Sabha: Till now, the government has not taken any decision to prepare National Register of Indian Citizens (NRIC) at the national level. pic.twitter.com/e3OarkJv9x
— ANI (@ANI) February 4, 2020
બજેટ સત્રમાં અત્યાર સુધી એનઆરસી અને સીએએને લઈ હંગામો થતો રહ્યો. સંસદમાં વિપક્ષ સીએએ અને એનઆરસી પર સતત વિરોધ નોંધાવી રહ્યો છે. સોમવારે કોંગ્રેસ સભ્યોએ નારેબાજી કરી હતી. અગાઉ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન પણ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો.
CAGના રિપોર્ટે પોલ ખોલી, આપણા જવાનો પાસે સારી ક્વૉલિટીના જૂતા અને ગરમ કપડાંની કમી