For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS અને તાલિબાનમાં કોઇ ફર્ક નથી : દિગ્વિજય સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

digvijay-singh
નવી દિલ્હી, 8 ડિસેમ્બર: હંમેશા વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ફરી એકવાર હંગામો મચાવી દે તેવું નિવેદન આપ્યું છે. રાજા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આરએસએસ અને તાલિબાન બંનેની વિચારસણી એક જેવી છે. બંનેમાં કોઇ ફરક નથી. બંને સંગઠનો મહિલાઓનું સન્માન કરતા નથી. જે રીતે તાલિબાન હંમેશા મહિલાઓના ડ્રેસ કોડ, તેમના દોષોની વાત કરે છે. તે રીતે આરએસએસ પણ છે જેની નજરમાં મહિલાઓની કોઇ ઇજ્જત નથી.

બંને કટ્ટરવાદી સંગઠન છે, બંને 18 સદીની વાત કરે છે, એ દિવસ દુર નથી કે આરએસએસ મહિલાઓને જીન્સ અને મોબાઇલ પર પ્રતિબંધ લગાવવાની વાત કરે. દિગ્વિજય સિંહે આ વાત મધ્યપ્રદેશની નગર પાલિકાની ચુંટણી સભાને સંબોધતા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહે આ વાત સંઘ પ્રમુખ મોહન ભાગવતના તે નિવેદનના સંદર્ભમાં કહી છે જેમાં તેમને કહ્યું હતું કે બળાત્કાર ભારતમાં નહી પરંતુ ઇન્ડિયામાં થાય છે અને લગ્ન એક સંસ્કાર નથી પરંતુ પતિ-પત્ની વચ્ચેનો કોન્ટ્રાક્ટ છે.

જો કે રેપવાળી વાત ભાજપ અને સંઘ બંની મોહન ભાગવત તરફથી સ્પષ્ટતા કરી હતી સંઘ પ્રમુખનો અર્થ પાશ્વાત્ય સભ્યતા સાથે હતો જ્યાં ખુલ્લુ વાતવરણ હોવાથી રેપની ઘટનાઓ ઘટે છે જ્યારે ભારતનો અર્થ ગામડાંઓનો હતો. પરંતુ ભાગવતની આ વાતને મહિલા સંગઠનો અને કિરણ બેદીએ જ્ઞાનનો અભાવ ગણાવ્યો હતો. જોઇએ દિગ્ગી રાજાના આ નિવેદન પર ભાજપ અને સંઘ શું જવાબ આપે છે. આમ તો દિગ્વિજય સિંહ આ પહેલાં પણ આરએસએસની તુલના સિમિ સાથે પણ કરી ચૂક્યાં છે.

English summary
Congress General Secretary Digvijay Singh, a known RSS baiter, has equated the saffron outfit with the Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X