રાહુલ ગાંધીને કોઇ છોકરી પસંદ કરતી નથી: રામદેવ
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં રામદેવ કહ્યું હતું કે આજકાલ પુખ્તવયની ઉંમરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તો 42 વર્ષના છે તેમછતાં પુખ્ત છે. બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાનનો ચહેરો જોઇ રહી છે પરંતુ તે હજુ નાદાન છે.
બાબા રામદેવે કહ્યું હતું કે દેશને એવા વડાપ્રધાન જોઇએ છે જે દેશની તસ્વીર બદલી શકે. કાળા ધનના મુદ્દે બોલતાં બાબા રામદેવે કહ્યું હતું કે આમાં બેકિંગ સીસી લો મોટી ભુમિકા ભજવી રહ્યું છે. માટે બેંકોમાં ગોપનિયતાનો જે કાનૂન છે તે તાત્કાલિક ખતમ કરી દેવો જોઇએ. તેમને કહ્યું હતું કે બેંક, બેંકર્સ, મોટા ઉદ્યોગપતિઓ અને ભ્રષ્ટ કોર્પોરેટ્સ બધા મળીને દુનિયાભરમાં કાળાધનની ચક્રવ્યું ચાલી રહ્યું છે. આ પહેલાં રામદેવ તેમના પર નિશાન સાંધતાં રહ્યાં છે.
રામદેવને અણ્ણા હજારે અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમણે બસ એટલું જ કહ્યું છે કે અણ્ણા હજારે હવે ઘરડાં થઇ ગયા છે. તે કોઇ પ્રશ્નનો જવાબ મોડેથી આપે છે. આવા સમયે તેમને રહેવા દો. અરવિંદ કેજરીવાલ અંગે બાબા રામદેવને પુછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે તેમના અંગે હું કંઇ કહીશ તો પછી તે બોલશે. જેથી રહેવા દો.