For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના નામ પર જીતની કોઈ ગેરેન્ટી નથી, યેદિયુરપ્પા પછી હવે આ કેન્દ્રીય મંત્રીએ આપ્યુ નિવેદન

કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભવિષ્યમાં તેમના નામથી ચૂંટણીમાં ભાજપની જીત પર શંકા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભવિષ્યમાં તેમના નામથી ચૂંટણીમાં ભાજપની જીત પર શંકા વ્યક્ત કરી છે. રાવ ઈન્દ્રજીત સિંહે હાલમાં જ પાર્ટીની આંતરિક બેઠકમાં કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને ત્રીજી વાર હરિયાણામાં જીત માટે સંઘર્ષ કરવો પડશે. પાર્ટી માત્ર પીએમ મોદીના નામ પર જીત માટે નિર્ભર નહિ રહી શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ કંઈક આવુ જ નિવેદન આપ્યુ હતુ.

pm modi

ઉલ્લેખનીય છે કે દેશમાં ખેડૂત આંદોલન સહિત ઘણા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકારને વિપક્ષની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોથી પીએમ મોદીની લોકપ્રિયતામાં પણ ઘટાડો આવ્યો છે. આ ક્રમમાં હવે યોજના અને કૉર્પોરેટ બાબતોના રાવ ઈન્દ્રજીત સિંહના નિવેદને રાજકીય ગલીઓમાં હોબાળો મચાવી દીધો છે. બેઠકમાં રાવે કહ્યુ, 'નરેન્દ્ર મોદીના આશીર્વાદ આપણા પર છે. આપણા રાજ્ય પર... પરંતુ એ વાતની કોઈ ગેરેન્ટી નથી કે તેમનના નામથી આપણને વોટ મળશે. અમે ઈચ્છીએ છીએ કે મતદારકો મોદીના નામ પર વોત આપે પરંતુ આ જમીની સ્તરના ભાજપ કાર્યકર્તાઓ પર નિર્ભર કરે છે કે તે વોટ અપાવે.'

2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ભારે જીતનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યુ, 'અમે એ વાતથી સંમત છીએ કે મોદીજીના કારણે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકી છે. તેનો રાજ્યો પર પણ વ્યાપક પ્રભાવ પડ્યો... અહીં સુધી કે હરિયાણામાં પણ જ્યાં પહેલી વાર સરકાર બની છે અને બીજી વાર પણ બનાવવામાં સફળતા મળી... પરંતુ સામાન્ય રીતે એવુ થાય છે કે કોઈ બીજી પાર્ટીને મોકો મળે છે.'

બીએસ યેદિયુરપ્પાએ શું કહ્યુ હતુ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને લઈને ભાજપ નેતાઓના મનમાં ઉઠી રહેલા સવાલ હવે ખુલીને સામે આવ્યા છે. ગયા મહિને બીએસ યેદિયુરપ્પાએ ભાજપ કોર કમિટીની બેઠકમાં કહ્યુ હતુ, 'એ ભ્રમમાં બિલકુલ ન રહેતા કે આપણે બધી ચૂંટણી માત્ર પીએમ મોદીના નામનો ઉપયોગ કરીને જીતી શકીએ છીએ. બની શકે કે લોકસભા ચૂંટણીમાં આનાથી મદદ મળે પરંતુ રાજ્યમાં આપણે મોદી લહેર પર નિર્ભર ન રહી શકીએ. આપણે લોકો પાસે વિકાસનના કાર્યોને લઈને જવુ પડશે.'

English summary
No guarantee of getting votes in the name of PM Modi says Rao Inderjit Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X