ગલવાનમાં ભારતનો કોઈ જવાન ગાયબ નથી, ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ ખોટોઃ સેના

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલ હિંસક અથડામણમાં શામેલ ભારતીય સેનાનો કોઈ પણ જવાન ગાયબ નથી થયો.

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલ હિંસક અથડામણમાં શામેલ ભારતીય સેનાનો કોઈ પણ જવાન ગાયબ નથી થયો. આર્મીએ ન્યૂયોર્ક ટાઈમ્સમાં 17 જૂને પ્રકાશિત એક લેખમાં કરાયેલ દાવાને ફગાવી દીધો છે. વળી, ભારતીય સૈનિકોને હથિયાર વિના મોકલવા અંગે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલ સવાલને વિદેશ મંત્રી એસ જયશંકરે ફગાવી દીધો છે.

india-china

બુધવારે ન્યૂયોર્ક ટાઈમ્સમાં આ ચાઈના - ઈન્ડિયા ક્લેશ, ટુ નેશનાલિસ્ટ લીડર વિથ લિટલ રૂમ ટુ ગોવાના લેખમાં ભારતીય સૈનિકોના ગાયબ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેનુ ભારતીય સેનાએ ખંડન કર્યુ છે. આ ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યુ છે કે કેવી રીતે બંને(ભારત અને ચીન) આગળ વધુ તણાવ નથી ઈચ્છતા, ખાસ કરીને ભારત, જ્યાં સૈન્ય બળ બરાબર પાવરફૂલ નથી અને કોરોના વાયરસ મહામારીના કારણે દેશની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે.

તમને જણાવી દઈએ કે મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ગલવાન ઘાટીમાં થયેલા ટકરાવ બાદ મેજર અને કેપ્ટન રેન્કના ઑફિસર સહિત અમુક જવાન ગાયબ છે. ગલવાન ઘાટીમાં થયેલ આ ટકરાવમાં ભારતના 20 સૈનિક જવાન શહીદ થઈ ગયા છે. વળી, ચીનને પણ આમાં મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. હવે સેનાએ એ બધા મીડિયા રિપોર્ટને ફગાવી દીધા છે. સાથે જ કોઈ પણ જવાન કે અધિકારીના ગાયબ હોવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X