For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં ગૃહમંત્રાલયનો જવાબ - છેલ્લા છ મહિનામાં ચીને નથી કરી કોઈ ઘૂસણખોરી

ગૃહ મંત્રાલયે લદ્દાખમાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો ઈનકાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં એલએસી પર છેલ્લા ચાર મહિનાથી તણાવપૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન ઘણી વાર એ સમાચાર આવ્યા કે ચીની ચૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીની કોશિશ કરી જેને સેનાએ નિષ્ફળ કરી દીધી. આનો મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો પરંતુ ગૃહ મંત્રાલયે લદ્દાખમાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો ઈનકાર કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ ચીન તરફથી સૈનિકોની સંખ્યા વધારવાને તે ઘૂસણખોરીના પ્રયાસ તરીકે જુએ છે.

army

વાસ્તવમાં રાજ્યસભા સાંસદ ડૉ. અનિલ અગ્રવાલે સરકારને સવાલ પૂછ્યો કે શું છેલ્લા છ મહિનામાં પાકિસ્તાન અને ચીન સીમા પર ઘૂસણખોરીમાં વધારો થયો છે જેના પર જવાબ આપીને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ કે છેલ્લાછ મહિનામાં ભારત-ચીન સીમા પર કોઈ ઘૂસણખોરી નથી થઈ. વળી, પાકિસ્તાન તરફથી ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 47 વાર ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં આપેલા નિવેદનથી બધા ચોંકી ગયા છે કારણકે છેલ્લા 4 મહિનાથી એલએસી પર ચીની ઘૂસણખોરીના સમાચાર આવી રહ્યા છે. સાથે જ અમુક સેટેલાઈટ ઈમેજમાં ચીની સેનાના તંબૂ પણ દેખાયા હતા.

ગૃહ મંત્રાલય મુજબ ઘૂસણખોરીને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત તત્પર છે. આના કારણે સીમા પર જવાનોની સંખ્યા વધારવામાં આવી અને ઈન્ટેલીજન્સને મજબૂત કરવામાં આવી. સાથે જ ઘણી જગ્યાએ કાંટાળા તાર પણ લગાવવામાં આવી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યુ કે સેના અને અન્ય બળો તરફથી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ!ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ!

English summary
No Infiltration Along China Border in Six Months says Home Ministry in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X