For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી

સદર હોસ્પિટલ, ચાઈબાસામાં નોવેલ કોરોના વાયરસથી બચાવ તથા રોકથામ માટે એક દિવસીય જિલ્લા સ્તરીય પ્રશિક્ષણનુ આયોજન બુધવારે કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

સદર હોસ્પિટલ, ચાઈબાસામાં નોવેલ કોરોના વાયરસથી બચાવ તથા રોકથામ માટે એક દિવસીય જિલ્લા સ્તરીય પ્રશિક્ષણનુ આયોજન બુધવારે કરવામાં આવ્યુ. પ્રશિક્ષણમાં મુખ્ય રીતે જિલ્લાના વિવિધ ક્ષેત્રોના મેડીકલ ઓફિસર, એણઓઆઈસી, એએમએમ, જીએનએમ સહિત અન્ય ઉપસ્થિત હતા. પ્રશિક્ષણ પ્રાપ્ત બધા ડૉક્ટર, એમઓઆઈસી, એએનએમ, જીએનએમ પોતાના્ ક્ષેત્રોમાં જઈને ઉક્ત ક્ષેત્રોના લોકોને જાગૃત કરશે. તેમજ કોરોના વાયરસની રોકથામ માટે પહેલ કરશે. રાજ્યની બહારથી આવેલા લોકો પર વિશેષ રીતે નિરીક્ષણ રાખવામાં આવશે તથા કોરોના વાયરસના સંક્રમણથી શંકાસ્પદ વ્યક્તિની સૂચના મળવા પર તરત જ જઈને તેની તપાસ કરવામાં આવશે.

mask

સાથે જ એ પણ જણાવવામાં આવ્યુ કે આ સંદેશ ફેલાવો કે તે પોતાનો બચાવ સ્વયં કરો તેમજ રોજ હાથને આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર કે હેન્ડવૉશથી સારી રીતે ધુઓ. અફવાથી બચો, ભીડવાળી જગ્યાએ ન જાવ, પ્રશિક્ષણમાં જણાવવામાં આવ્યુ છે કે સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. વાયરસ પીડિત લોકોને માસ્ક એટલા માટે પહેરાવવામાં આવે છે કારણકે સ્વસ્થ વ્યક્તિને તેનુ ઈન્ફેક્શન ન લાગે. કોઈ પણ કેસ ધ્યાનમાં આવતા પીડિતને સ્વચ્છ વાતાવરણ તેમજ ચિકિત્સકની દેખરેખમાં રાખીને તપાસ કરાવવામાં આવશે તેમજ તપાસ ઉપરાંત પૉઝિટીવ રિપોર્ટ આવવા પર તેને સદર હોસ્પિટલ સ્થિત આઈસોલેશન વૉર્ડમાં ચિકિત્સકના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.

ખૂંટપાની તેમજ તાંતનગર પ્રખંડમાં બચાવ માટે કરવામાં આવ્યા જાગૃત

ખૂંટપાની તેમજ તાંતનગર પ્રખંડ સભાગારમાં પ્રખંડ વિકાસ પદાધિકારી દ્વારા કોરોના વાયરસથી બચાવ હેતુ બધા પ્રખંડ સહ અંચલ કર્મીઓ, મુંડા તેમજ માનકીનો જાગૃત કરવામાં આવ્યા. પ્રશિક્ષણમાં માહિતી આપવામાં આવી તે હાથને આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર કે હેન્ડવૉશથી વારંવાર અને ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી ધુઓ. બિનજરૂરી અફવાઓથી દૂર રહો. ભીડવાળી જગ્યાઓએ જવાનુ ટાળો તથા ભરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો.

જનજાગૃતિ પ્રખંડ વિકાસ પદાધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ કે કોરોના વાયરસ સંક્રમણથી બચાવ માટે પ્રખંડમાં હેન્ડવૉશ યુનિટ લગાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ વિસ્તારમાં આવી રહેલો લોકોને કરવા હેતુ આગ્રહ કરવામાં આવ્યો. પ્રખંડ વિકાસ પદાધિકારીએ કહ્યુ કે કારણ વિના કોઈ પણ દીવાલ, થાંભલા, સીડી વગેરેને અડશો નહિ તથા સમયે સમયે હેન્ડવૉશ કે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ કરો. ઘરમાંથી બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો તથા બિનજરૂરી ભીડવાળી જગ્યાએ જવાનુ ટાળો તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જો દેખાય તો તેની સૂચના તુરંત જ કંટ્રોલ રૂમમાં આપો.

English summary
No need to wear mask for healthy people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X