જિજ્ઞેશ મેવાણી-ઉમર ખાલિદ પર કેસ, કાર્યક્રમમાં જવા પર રોક

Written By:
Subscribe to Oneindia News

ભીમા કોરેગાંવ હિંસા બાદ આખા મહારાષ્ટ્રમાં જે રીતે નફરતની જ્વાળાઓ ફેલાઇ છે, એને કારણે અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પર સેક્શન 153(એ), 505, 117 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ બંને પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે, આ કારણે ગુરૂવારના ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ સમિટ 2018 કાર્યક્રમમાં મુંબઇ પોલીસ તરફથી આ બંનેને પરવાનગી આપવામાં નથી આવી. બંને નેતાઓ આ કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

jignesh mevani umar khalid

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરના રોજ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદએ એલ્ગાર પરિષદમાં હાજરી આપી હતી, આ કાર્યક્રમનું આયોજન શહેરના શનિવાર વાડામાં ભીમા-કોરેગાંવની લડિને 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કરવામાં આવ્યું હતું. ફરિયાદીઓ અનુસાર, અહીં બંને નેતાઓ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, જે પછી હિંસા ભડકી ઉઠી હતી. આ પછી બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનો દ્વારા રાજ્ય બંધની ઘોષણા કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઇ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા કુલ 25 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

English summary
Organizers of the All India Students Summit 2018, where JNU student leader Umar Khalid and Vadgam MLA Jignesh Mevani were supposed to speak, have been told that they cannot go ahead with the event in Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.