For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની જ પાર્ટીની આઈટી સેલ પર ભડક્યા સુબ્રમણ્યમ સ્વામી

પોતાની જ પાર્ટીની આઈટી સેલ પર ભડક્યા સુબ્રમણ્યમ સ્વામી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટીની આઈટી સેલ અને તેમના પ્રમુખ અમિત માલવીયા વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. તેમણે પ્રમુખ અમિત માલવીયા પર હુમલો બોલતા તેમના પર ફેક ટ્વીટર દ્વારા પોતાની વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહિ, તેમણે કહ્યું કે, ભાજપ આઈટી સેલ ધૂર્તતા પર ઉતરી આવ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ આઈટી સેલના બદમાશોને પાર્ટીથી બહારનો રસ્તો દેખાડવાની માંગ કરી છે.

ભાજપ આઈટી સેલના સભ્યોને હટાવવાની માંગ કરી

ભાજપ આઈટી સેલના સભ્યોને હટાવવાની માંગ કરી

પોતાના તીખા તેવરને લઈ ચર્ચામાં રહેલા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ભાજપ આઈટી સેલ બેકાર થઈ ચૂક્યું છે. તેના કેટલાક સભ્યો મારા પર અંગત હુમલા કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, જો મારા નારાજ સમર્થક કાઉન્ટરમાં અંગત હુમલા શરૂ કરી દે છે તો મને જવાબદાર ના ઠેરવી શકાય જેમ કે ભાજપને બેકાર પાર્ટી આઈટી સેલ માટે જવાબદાર ના ઠેરવી શકાય.

આપણે રાવણ કે દુશાસનની નહિ, મર્યાદા પુરુષોત્તમ વાળી પાર્ટી છીએ

આપણે રાવણ કે દુશાસનની નહિ, મર્યાદા પુરુષોત્તમ વાળી પાર્ટી છીએ

તેમના આ ટ્વીટ પર એક ટ્વિટર યૂઝરે લખ્યું કે તમે આલોચનાઓની ઉપર છો, તેમને નજરઅંદાજ કરો. જો તમે તેમને મહત્વ આપી રહ્યા છો તો જ મહત્વપૂર્ણ સમય બરબાદ કરી રહ્યા છો. જેના પર સ્વામીએ જવાબ આપતા લખ્યું કે હું નજરઅંદાજ કરી રહ્યો છું પરંતુ ભાજપે એ બરદાસ્ત ના કરવું જોઈએ. એક માલવીયા કરેક્ટર ગંદગી ફેલાવી રહ્યા છે. આપણે મર્યાદા પુરુષોત્તમ વાળી પાર્ટી છીએ, રાવણ કે દુશાસનની નહિ.

અમિત માલવીયા વિરુદ્ધ મોરચો ખોલ્યો

અમિત માલવીયા વિરુદ્ધ મોરચો ખોલ્યો

સ્વામીએ હવે ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયા વિરુદ્ધ ખુલ્લીનો મોર્ચો ખોલી નાખ્યો છે. જો કે હજી સુધી અમિત માલવીયાની આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. જણાવી દઈએ કે સ્વામી જેઈઈૃનીટ એક્ઝામ ટાળવાની માંગ કરી રહ્યા હતા. 31 ઓગસ્ટે તેમણે ચેતવણી દેતાં કહ્યું હતું કે જો આ પરીક્ષા કરાવવામાં આવી તો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની જબરદસ્ત લહેર ચાલશે જે બાદ ટ્વિટર પર તેમની વિરુદ્ધ એક કેમ્પેન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

શિવસેનાએ સાધ્યુ કંગના રનોત પર નિશાન, 'મેન્ટલ વુમનને મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી'શિવસેનાએ સાધ્યુ કંગના રનોત પર નિશાન, 'મેન્ટલ વુમનને મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી'

English summary
no place in party for people like amil malaviya says subramaniam swamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X