For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એક દેશ એક ભાષા' દક્ષિણ ભારતમાં સ્વીકાર્ય નથીઃ રજનીકાંત

ગૃહમંત્રી અમિત શાહના ‘એક દેશ એક ભાષા'ના નિવેદન પર વિરોધ ચાલુ છે. પહેલા અભિનેતા કમલ હાસન તો હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર રજનીકાંત વિરોધમાં ઉતરી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગૃહમંત્રી અમિત શાહના 'એક દેશ એક ભાષા'ના નિવેદન પર વિરોધ ચાલુ છે. પહેલા અભિનેતા કમલ હાસન તો હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર રજનીકાંત વિરોધમાં ઉતરી આવ્યા છે. રજનીકાંતે બુધવારે કહ્યુ કે હિંદીને જો આખા દેશમાં થોપવામાં આવી તો તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના બધા રાજ્ય આનો વિરોધ કરશે. અભિનયના ક્ષેત્રમાંથી રાજકારણમાં પગ રાખનાર રજનીકાંતે કહ્યુ, કૉમન લેંગ્વેજ દેશની ઉન્નતિ માટે સારુ હશે પરંતુ દુર્ભાગ્યવશ ભારતમાં કૉમન લેંગ્વેજ નથી.

rajnikant

હિંદીને જો થોપવામાં આવશે તો આને તમિલનાડુમાં કોઈ સ્વીકાર નહિ કરે અને દક્ષિણ ભારતમાં પણ આ સ્વીકાર્ય નહિ હોય. તેમણે કહ્યુ કે ઉત્તર ભારતના રાજ્ય પણ આને સ્વીકાર નહિ કરે. તમને જણાવી દઈએ કે હિંદી દિવસના પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે દેશને સંબોધિત કરતા કહ્યુ કે આખા દેશની એક ભાષા હોવી ખૂબ જરૂરી છે જેનાથી દુનિયામાં ભારતી ઓળખ બને. ગૃહમંત્રીએ કહ્યુ કે આજે દેશને એકતાની દોરીમાં બાંધવાનુ કામ જો કોઈ ભાષા કરી શકે છે તો તે સર્વાધિક બોલાતી હિંદી ભાષા જ છે.

તેમણે કહ્યુ, આપણા દેશમાં વિવિધ ભાષાઓ, બોલીઓ અને સંસ્કૃતિઓને સમાવેશ છે. જ્યારે રાજભાષાનો નિર્ણય કરવાનો હોય, તો સ્વાભાવિક છે કે મતાંતર હશે જ. પરંતુ આપણા બંધારણ નિર્માતાઓએ સમય અને સ્થિતિનુ અવલોકન કર્યુ અને આખી બંધારણ સભાએ સર્વાનુમતે હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યો. શાહે કહ્યુ કે આઝાદી પહેલા જે પણ આંદોલન થયુ, તેનાથી હિંદી ભાષાને ખાસ્સુ પ્રોત્સાહન મળ્યુ.

આ પણ વાંચોઃ ભારતના પ્રવાસ પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ કાશ્મીર વિશે નહિ કરે કોઈ વાતઆ પણ વાંચોઃ ભારતના પ્રવાસ પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ કાશ્મીર વિશે નહિ કરે કોઈ વાત

English summary
No south state will accept Hindi imposition: Rajinikanth After Amit Shah's Remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X