પ્રતિબંધ: હવે સ્કૂલ ટીચર્સ જીન્સ-ટીશર્ટ પહેરી શકશે નહી !

ધ ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર આ નિયમ સરકારે સ્કૂલ અને સરકાર સંબંધિત સ્કૂલના ટિચર્સ પર લાગૂ કરવામાં આવેલ છે. નવા નિયમો હેઠળ લગભગ બે લાખ સ્કૂલ ટિચર્સ હવે ટી-શર્ટ, જીન્સ, ચંપલ વગેરે પહેરી શકશે નહી. મોબાઇલ રાખવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
શૈલજાનાથના જણાવ્યા અનુસાર ટીચર્સ જીન્સ અને રાઉન્ડ નેક ટી-શર્ટ પહેરે છે. આ પ્રોફેશનલ ડ્રેસ કોડ નથી અને તેનાથી બાળકોનું ધ્યાન ભટકે છે. તેમને પુરૂષ શિક્ષકો માટે કાળું પેન્ટ અને સફેદ શર્ટ અને મહિલા ટિચર્સ માટે પારંપારિક પ્લેન કોટન સાડી અથવા ચુડીદાર પહેરવાની સલાહ આપી છે.
મંત્રીએ એ પણ કહ્યું હતું કે ક્લાસરૂમમાં મોબાઇલની તેજ રીંગથી બાળકોનું ધ્યાન ભટકે છે માટે તેમને ક્લાસમાં ટીચર્સને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લાવવા માટે સરકારના નિર્દેશની માંગ કરી છે. તેમના મત મુજબ ટીચર હેડમાસ્ટરની કેબિનમાં પોતાનો ફોન મુકીને જઇ શકે છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
