For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nobel Prize 2019: ભારતીય મૂળના અભિજીત બેનરજી સહિત ત્રણને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

Nobel Prize 2019: ભારતીય મૂળના અભિજીત બેનરજી સહિત ત્રણને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા સોમવારથી આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામનું એલાન થવું શરૂ થઈ ગયું છે. અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની ઘોષણા થઈ ગઈ છે. આ ક્ષેત્રમાં નોબેલ માટે આ વખતે ત્રણ અર્થશાસ્ત્રીઓ અભિજીત બેનરજી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને ચૂંટવામાં આવ્યા છે. આમને આ પુરસ્કાર 'વૈશ્વિક ગરીબી કરવાના પ્રયોગો'ના તેમના શોધ માટે આપવામાં આવ્યો છે.

nobel prize

ઈકૉનૉમિક સાઈંસિઝ કેટેગરી અંતર્ગત આ સન્માન મેળવનાર અભિજીત બેનરજી ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. દિલચસ્પ વાત એ છે કે અભિજીતની પત્ની એસ્થર ડુફ્લોને પણ આ પુરસ્કાર મળ્યો છે. વર્તમાનમાં અભિજીત મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે. આની સાથે જ તે અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી એક્શન લેબના કો-ફાઉન્ડર પણ છે.

જણાવી દઈએ કે આ શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં મળનાર વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર છે. સોમવારથી પુરસ્કાર વિજેતાઓના નામનું એલાન થવું શરૂ થઈ ગયું છે.

આ વખતેનો શાંતિનો નોબેલ પુરસ્કાર ઈથોપિયાના પીએમ એબે અમદ અલીને આપવામાં આવ્યો છે. તેઓ ઈથોપિયાના પહેલા એવા શખ્સ છે, જેમને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવેલ આ 100મો નોબેલ પુરસ્કાર છે.

સાહિત્યના ક્ષેત્રમાં પોલિશ લેખક ઓલ્ગા ટોકાર્ચુક અને પીટર હૈંડકાને નોબેલ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ઓલ્ગા ટોકાર્ચુકને 2018 માટે જ્યારે પીટર હૈંડકાને 2019 માટે પુરસ્કાર આપવામાં આવશે.

રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર માટે ત્રણ વૈજ્ઞાનિકો જૉન બી ગુડઈનફ, એમ સ્ટેનલી વ્હિટિંગમ અને અકીરા યોશિનોને પસંદ કરવામાં આવ્યા છે. ભૌતિકી ક્ષેત્રે 2019નો નોબેલ પુરસ્કાર કનાડા મૂળના અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ અને સ્વિત્ઝરલનેડના વૈજ્ઞાનિક માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોઝને આપવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

જ્યારે ચિકિત્સા ક્ષેત્રે આ વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોને દુનિયાનો સર્વોચ્ચ સન્માન અર્પિત કરવામાં આવશે. આ ત્રણ વૈજ્ઞાનિક અમેરિકાના વિલિયમ કૈલીન, ગ્રેગ સીમેંજા અને બ્રિટનના પીટર રૈટક્લિફ છે.

નોબેલ પુરસ્કાર 2019ના વિજેતાઓની આખી યાદીનોબેલ પુરસ્કાર 2019ના વિજેતાઓની આખી યાદી

English summary
nobel Prize 2019: nobel economic sciences prize awarded to three people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X