For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિન ગડકરીઃ સરકાર પાસે પૈસાની કમી નથી, કામ કરવાની માનસિકતામાં છે કમી

વિપક્ષી દળ સરકારને આ મુદ્દે ઘેરવાની કોશિશમાં લાગેલા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનુ મોટુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ પર સતત ચર્ચા થઈ રહી છે. વિપક્ષી દળ સરકારને આ મુદ્દે ઘેરવાની કોશિશમાં લાગેલા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનુ મોટુ નિવેદન આવ્યુ છે. નાગપુરમાં વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાના હીરક જયંતિ સમારંભના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી પરંતુ કામ કરનાર માનસિકતાની કમી છે.

સરકાર પાસે પૈસાની કોઈ કમી નથીઃ ગડકરી

સરકાર પાસે પૈસાની કોઈ કમી નથીઃ ગડકરી

આ સમારંભ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, ‘હું સત્ય જણાવુ છુ, સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, જે કંઈ કમી છે તે સરકારમા કામ કરવાની જે માનસિકતા છે, જે નેગેટીવ એટીટ્યુડ છે, નિર્ણય કરવામાં જે હિંમત જોઈએ, તે નથી.' ગડકરીએ કહ્યુ કે ઘરેલુ ઉત્પાદન વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાવવા જેવા પગલાથી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને મેળવી શકાય છે.

અધિકારીઓ પર ભડક્યા ગડકરી

ગડકરીએ આગળ કહ્યુ, હું પરમ દિવસે અમારા એક હાઈએસ્ટ ફોરમમાં હતો તો તે કહી રહ્યા હતા, અમે આ શરૂ કરીશુ, એ શરૂ કરીશુ. મે તેમને કહ્યુ કે કેમ શરૂ કરીશુ? તમારી જો શરૂ કરવાની તાકાત હોત તો તમે આઈએએસ બનીને અહીં નોકરી કેમ કરતા? કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને સંબોધિત કરીને કહ્યુ કે તમે કોઈ મોટો ઉદ્યોગ શરૂ કરી શકો છો, તમારુ આ કામ નથી કરવાનુ, તમે એમની મદદ કરો જે આ કરી શકે છે, આ લફડામાં ના પડો તમે લોકો.' તેમણે કહ્યુ કે કોઈ પણ લક્ષ્યને મેળવવા માટે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ મહત્વપૂર્ણ છે.

‘લોકોએ એ ક્ષેત્રમાં કામ કરવુ જોઈએ, જેમાં તે સારુ કરી શકે છે'

‘લોકોએ એ ક્ષેત્રમાં કામ કરવુ જોઈએ, જેમાં તે સારુ કરી શકે છે'

આ ઈચ્છાશક્તિ સાથે પીએમ મોદીએ દેશને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. ગડકરીએ કહ્યુ કે આ અઘરુ જરૂર છે પરંતુ અસંભવ નથી. આ સમારંભ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યુ કે લોકોએ એ ક્ષેત્રમાં કામ કરવુ જોઈએ, જેમાં તે સારુ કરી શકે છે. આ પહેલા, રવિવારે નિતિન ગડકરી છત્રપતિ નગરના એક ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા જ્યાં તે ક્રિકેટ રમ્યા. આ દરમિયાન તેમણે શહેરના ઘણા ગ્રાઉન્ડ્ઝનો પ્રવાસ કર્યો અને ક્રીડા મહોત્સવમાં ખેલાડીઓનુ પ્રોત્સાહન વધાર્યુ.

આ પણ વાંચોઃ 7મુ પગારપંચઃ બજેટ પહેલા અને પછી કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરીઆ પણ વાંચોઃ 7મુ પગારપંચઃ બજેટ પહેલા અને પછી કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરી

English summary
not money government lacks courage to make decisions says nitin gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X