For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જ નહિ, PoK પર પણ ચર્ચા થશેઃ રાજનાથ સિંહ

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જ નહિ, PoK પર પણ ચર્ચા થશેઃ રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મામલે મધ્યસ્થતા વાળા નિવેદન પર ભારતીય રાજકારણ ગરમાવયું છે. લોકસભામાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો છે અને વિપક્ષે આ મામલે પીએણ મોદી પાસેથી જવાબ માંગ્યો છે. સદનમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ ભારે હંગામો કર્યો છે. પરંતુ સત્તાપક્ષનું કહેવું છે કે જ્યારે આ મામલે વિદેશ મંત્રીએ જવાબ આપી દીધો તો પીએમ મોદીના નિવેદનની જરૂરીતાય શું છે. વિપક્ષના સવાલો પર સદનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો.

પાક. સાથે પીઓકે પર પણ વાતચીત થશે

પાક. સાથે પીઓકે પર પણ વાતચીત થશે

લોકસભામાં રાજનાથ સિંહે વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનનો હવાલો આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની વચ્ચે કાશ્મીરના મામલે ચર્ચા નથી થઈ. કાશ્મીરના મામલે મધ્યસ્થતાનો સવાલ જ નથી ઉઠતો કેમ કે આ શિમલા સમજૂતીની વિરુદ્ધ છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર કાશ્મીર પર જ નહિ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર પણ વાત થશે.

ટ્રમ્પના નિવેદન પર લોકસભામાં હંગામો

ટ્રમ્પના નિવેદન પર લોકસભામાં હંગામો

રક્ષામંત્રીએ કહ્યું કે કાશ્મીર પર મધ્યસ્થતનો સવાલ જ નથી, કાશ્મીર આપણા માટે રાષ્ટ્રીય ગૌરવનો મુદ્દો છે અને તે મામલે આપણે કોઈપણ કિંમતે સમજૂતી ન કરી શકીએ. જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદન પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો થયો. આ મામલે કોંગ્રેસે પીએમ મોદીને નિવેદન આપવા માંગ કરતા સદનથી વોકઆઉટ કર્યું. વિપક્ષના સાંસદોનું કહેવું હતું કે જ્યારે પ્રધાનમંત્રી સદનમાં છે તો પછી તેમણે 1 મિનિટમાં આવીને આ બોલવામાં શું સમસ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જૂઠ બોલી રહ્યા છે.

ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો

ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો

ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો

જણાવી દઈએ કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કાશ્મીર મામલે તેમને મધ્યસ્થતાની ઑફર આપી હતી. ટ્રમ્પના આ નિવેદનને ભારતે તરત ફગાવી દીધું હતું, વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે આવા પ્રકારનો કોઈ અનુરોધ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ટ્રમ્પના નિવેદન પર કોંગ્રેસે સત્તાધારી દળ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો. રાહુલ ગાંધી સહિત કેટલાય નેતાઓએ પીએમ મોદી પાસેથી આ મામલે જવાબ માંગ્યો હતો.

English summary
Not only on Kashmir with Pakistan, but PoK will also be discussed: Rajnath Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X