મને ખબર નથી કે મોદીને પિતા તુલ્ય ગણીને પ્રિયંકા ગાંધી ખુશ થશે: ચિદંબરમ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તરફથી એક ઇન્ટરવ્યું પ્રિયંકા ગાંધીને પોતાની 'પુત્રી સમાન' ગણાવતા નિવેદન પર ખાસી ચર્ચા થઇ રહી છે. આ સંબંધમાં ગુરૂવારે જ્યારે નાણામંત્રી પી ચિદંબરમને મીડિયાએ પૂછ્યું તો તેમણે કહ્યું કે 'હું ખુશ છું કે મોદી પ્રિયંકાને પોતાની પુત્રીની સમાન માને છે, પરંતુ મને ખબર નથી કે તે મોદીને પિતા તુલ્ય માનીને ખુશ થશે કે નહી.

જો કે ચિદંબરમનું આ નિવેદન એક રીતે એ વાતની પુષ્ટિ કરે છે કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધીને પોતાની 'પુત્રી જેવી' ગણાવી હતી. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુંમાં કથિત રીતે પ્રિયંકાને પુત્રી જેવી ગણાવી હતી. આ ઇન્ટરવ્યુંને 26 એપ્રિલની સવારે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

જાણકારીના અનુસાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેંન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યું કહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાઢેરા તેમની પુત્રી જેવી છે, એટલા માટે હું તેમના રાજકીય હુમલાનો જવાબ આપતો નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારા ત્યાં પુત્રીઓ પર હુઅમલા કરવામાં આવતા નથી. પરંતુ નરેન્દ્ર મોદીનું આ નિવેદન લોકો સુધી પહોંચી શક્યું નથી કારણ કે દુરદર્શનને આપેલા ઇન્ટરવ્યુંમાં આ વાત કહી હતી, તેને કથિત રીતે એડિટ કરી દેવામાં આવ્યું હતું.

chidambaram

એક અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર દુરદર્શને નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યું રેકોર્ડ કર્યાના બે દિવસ બાદ સુધી બતાવ્યો નહી. પછી અચાનકથી તેને કોઇપણ માહિતી વિના પ્રસારિત કરી દિધો. એટલું જ નહી ઇન્ટરવ્યુંના કેટલાક ભાગ પણ એડિય કરવામાં આવ્યા. તેમાં આ પ્રિયંકા ગાંધી વાળી ટિપ્પણી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મારા રાજકીય પ્રતિદ્રંદ્રી છે. એતૅલા માટે તેમનો ઉલ્લેખ કરું છું. પરંતુ પ્રિયંકા ગાંધીની સાથે આવું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યું દુરદર્શનની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ નથી. આ ઇન્ટરવ્યું દરમિયાન જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત દુરદર્શનને મોટું રાજસ્વ આપે છે, તેમછતાં તેમણે આ ન્યુઝ ચેનલ પર અધોષિત રીતે બેન કરવામાં આવતું રહ્યું.

સૂત્રોના અનુસાર આ પ્રકારની અટકળો હતી કે આ ઇન્ટરવ્યુંને લઇને ત્યાં સુધી મોડું થઇ શકે છે, જ્યાં સુધી દુરદર્શન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાસેથી આ કેસને લઇને કોઇ ઇન્ટરવ્યું લઇ ન લે જેથી બંને પક્ષોના નિવેદન તેમાં લઇને તેને સંતુલિત કરી શકાય. બીજી તરફ પ્રસાર ભારતીના સીઇઓ જવાહર સિરકરે કહ્યું કે તેમને આ વાતની કોઇ જાણકારી નથી કે આ ઇન્ટરવ્યુંમાંથી કોઇ અંશ એડિટ કરવામાં આવ્યા છે.

English summary
Amid a perfect political storm over whether BJP prime ministerial candidate Narendra Modi has said he thinks of her "like a daughter", Priyanka Gandhi today said, "I am Rajiv Gandhi's daughter."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X