For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હિંસક પ્રદર્શનો પર કેજરીવાલે કહ્યું- હિંસા બર્દાસ્ત નહિ કરીએ

દિલ્હીમાં હિંસક પ્રદર્શનો પર કેજરીવાલે કહ્યું- હિંસા બર્દાસ્ત નહિ કરીએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ દેશભરમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ પણ આ કાનૂનનો વિરોધ કરી રહી છે, જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં થયેલ હિંસા બાદ મંગળવારે દિલ્હીના સીલમપુર અને જાફરાબાદમાં પ્રદર્શન ઉગ્ર થઈ ગયાં, અહીં પ્રદર્શનકારીઓએ ગાડીઓમાં ભારે તોડફોડ અને આગચંપી કરી છે.

kajariwal

દિલ્હીમાં થયેલ આ પ્રદર્શન બાદ સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે તમામ દિલ્હીવાસીઓને મારી અપીલ છે કે શાંતિ બનાવી રાખો. એક સભ્ય સમાજમાં કોઈપણ પ્રકારની હિંસા બર્દાસ્ત ના કરી શકાય. હિંસાથી કંઈપણ હાંસલ નથી થતું, આપણી વાત શાંતિથિ કહેવી છે.

આ પ્રદર્શનકારીઓએ નવા નાગરિકતા કાનૂનને પાછો લેવાની માંગ કરી છે, પ્રદર્શન દરમિયાન કેટલીય ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા, પોલીસે ટિયર ગેસના સેલ વરસાવ્યા, પ્રદર્શનને કારણ સીલમપુરથી ઝાફરાબાદ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જો કે હવે હાલાત કાબૂમાં આવ્યા છે, પોલીસે કહ્યું કે ઉપદ્રવિયોને ઘટના સ્થળેથી હટાવી લેવામાં આવ્યા છે, દિલ્હી મેટ્રોનું સીલમપુર સ્ટેશન પણ ખોલી મૂકવામાં આવ્યું છે.

નાગરિકત્વ સંશોધન બિલ પર બોલ્યા અજય દેવગણ, કહ્યું હિંસાનો કોઇ ફાયદો નથીનાગરિકત્વ સંશોધન બિલ પર બોલ્યા અજય દેવગણ, કહ્યું હિંસાનો કોઇ ફાયદો નથી

English summary
not tolerate violence says delhi cm arvind kejariwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X