For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શાળામાં જનસભા દરમિયાન ફૂવડ ડાંસ મામલે હેમા માલિનીને નોટિસ

ભાજપના ઉમેદવાર તેમજ બોલિવુડ સુપરસ્ટાર હેમા માલિની ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં ફસાઈ ગયા છે. આ મામલે હેમા માલિનીને ચૂંટણી અધિકારીએ નોટિસ આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. તે પહેલા જ નેતા ખુલ્લેઆમ આદર્શ આચાર સંહિતાની ખુલ્લેઆમ ધજિયા ઉડાવી રહ્યા છે. લેટેસ્ટ મામલો યુપીના મથુરાનો છે. અહીં ભાજપના ઉમેદવાર તેમજ બોલિવુડ સુપરસ્ટાર હેમા માલિની ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં ફસાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ મામલે હેમા માલિનીને ચૂંટણી અધિકારીએ નોટિસ આપી દીધી છે.

શું છે કેસ

શું છે કેસ

મથુરાના છાતા વિધાનસભા વિસ્તારના આઝઈ ખુર્દ ગામમાં મંગળવારે ભાજપની ઉમેદવાર હેમા માલિનીની જનસભાનો કાર્યક્રમ હતો. આયોજકોએ ચોમુહાં બ્લોકના ઓઝઈ ગામમાં ચૂંટણી સભા કરાવવાની મંજૂરી લીધી હતી. પરંતુ ચૂંટણી સભા ગામમાં કરાવવાના બદલે ગામમાં સ્થિત સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં ટેન્ટ લગાવીને કરાવવામાં આવી. આ આયોજનના કારણે શાળાના શિક્ષકોએ બાળકોને વહેલા છોડી દીધા.

જનસભાની શાળામાં નહોતી મંજૂરી

જનસભાની શાળામાં નહોતી મંજૂરી

શાળાની ઈન્ચાર્જ સરલા દેવી શર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યુ કે જ્યારે અમે વિદ્યાલય પહોંચ્યા તો પહેલેથી જ ટેન્ટ લાગેલા હતા. આના માટે અમારી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મે આયોજકોને પણ આ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ, ‘તમારે આનાથી કોઈ મતલબ નથી. અહીં હેમા માલિની આવી રહી છે. અહીં તેમનો કાર્યક્રમ છે.' જો કે હેમા માલિનીના કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પહેલા મંચ પર થઈ રહેલા ફૂવડ ડાંસને શાળાની શિક્ષિકાઓના વિરોધના કારણે રોકી દેવામાં આવ્યો.

નોટિસ અપાઈ

નોટિસ અપાઈ

ચૂંટણી અધિકારી/જિલ્લા અધિકારી છાતા એસ આર મિશ્રાએ જણાવ્યુ કે સાંસદ હેમા માલિની અને ચૂંટણી સભાની મંજૂરી લેવા માટે આવેદન કરનાર પંકજ શર્માને આચાર સંહિતાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો જવાબ ભાજપ ઉમેદવાર સાંસદ હેમા માલિનીએ 24 કલાકની અંદર આપવાનો રહેશે.

આ પણ વાંચોઃ બાળકને પીઠ પર લટકાવી ભોજન બનાવતી મહિલાનો ફોટો શેર કરી જાણીતા શેફે દિલ જીત્યુઆ પણ વાંચોઃ બાળકને પીઠ પર લટકાવી ભોજન બનાવતી મહિલાનો ફોટો શેર કરી જાણીતા શેફે દિલ જીત્યુ

English summary
Notice to Hema Malini in Model Code of Conduct violation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X