For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો, હવે પન્ગોંગ નદી પાસે ચીને તહેનાતી વધારી

પહેલીવાર ગલવાન નદી પાસે ભારતીય અને ચીની સૈનિકો આમને સામને આવ્યા હતા હવે પેન્ગોંગ નદી પાસે પણ તહેનાતી વધારી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લદ્દાખ સીમા પર ભારત-ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ગલવાન વેલી બાદ હવે પેન્ગોંગ નદી પાસેના વિસ્તારમાં ચીને પોતાના સૈનિકોની ગતિવિધિ વધારી દીધી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પેંગોન્ગ નદીના વિસ્તારમાં ચીને પોતાના સૈનિકોને તહેનાત કર્યા છે. અંગ્રેજી વેબસાઇટ ઇન્ડિયા ટુડે મુજબ પ્લેનેટ લેબની સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ફિંગર 4 અને ફિંગર 5 વચ્ચે ચીની સનાએ પોતાની મજબૂતી વધારી છે. સેટેલાઇટ ઇમેજ મુજબ નદીના કાંઠે ફિંગર 4થી 6 વચ્ચે ટેન્ટ અને હોડી દેખાઇ રહ્યા છે, જે ચીનના હોવાનું જણાવવમાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીન અહીં પોતાની ટુકડીને બિલ્ડઅપ કરી રહ્યું છે.

ચીને પોતાની હાજરી વધારી

ચીને પોતાની હાજરી વધારી

જો કે નદી પાસે માત્ર ચીને જ પોતાની હાજરી વધારી હોય તેવું નથી, ભારતની સનાએ પણ પોતાની પોઝિશન વધારી છે અને મિરર તહનાતી જેવી સ્થિતિ બનાવી છે. સેટેલાઇટ ઇમેજમાં ભારતીય સેનાના ટેન્ટ પણ વિશાળ સંખઅયામાં જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે પેન્ગોંગ નદી પાસે ગત 5-6 મેના રોજ પહેલીવાર ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઇ હતી. જાણકારી મુજબ આ હાઇ ડફિનિશન સેટેલાઇટ તસવીરો સેન્ટ ઇન્ટેલ એનાલિસ્ટ નેથન રૂજરે પબ્લિશ કરી છે.

ઇમેજમાં ખુલાસો થયો

ઇમેજમાં ખુલાસો થયો

ઇમેજ દ્વારા જોઇ શકાય છે કે આ વિસ્તારમાં ગુલાબી રંગના ટન્ટ છે, જે ચીની સનાના છે. ચીની સનાએ ફિંગર 4 વિસ્તારના અલગ અલગ ભાગમાં પોતાની સેનાની તહેનાતી કરી છે, જ્યાં કેટલાક સૈનિકો પહાડીઓ પર છે, જ્યારે કેટલાક ગલવાન નદી પાસે હાજર છે. કેટલાક વિસ્તારોમાં તો ચીની સેના ભારે માત્રામાં તહેનાત છે. ઇમેજમાં ચીનની હોડીઓ પણ જોવા મળી રહી છે.

પેન્ગોંગ નદી પાસે ફિલ્મ થ્રી ઇડિયટ્સનું શૂટિંગ થયું હતું

પેન્ગોંગ નદી પાસે ફિલ્મ થ્રી ઇડિયટ્સનું શૂટિંગ થયું હતું

પેન્ગોંગ નદીનું આખું નામ પેન્ગોંગ ત્સો છે. આ નદી 134 કિમી લાંબી છે. આ હિમાલયથી 14 હજાર ફીટની ઉંચાઇ પર સ્થિત છે. તેનો 45 કિમીનો ભાગ ભારતમા પડે છ, જ્યારે 90 કિમી ક્ષેત્ર ચીનમાં આવે છે. જણાવી દઇએ કે આ નદીના કાંઠે બૉલીવુડ ફિલ્મ થ્રી ઇડિયટ્સનું શૂટિંગ થયું હતું. LAC આ નદીની વચ્ચેથી પસાર થાય છે. કહેવામાં આવે છે કે પશ્ચિમી સેક્ટરમાં ચીન તરફથી અતિક્રમણના એક તૃતિયાંશ મામલા આ પેન્ગોંગ નદી પાસે થાય છે. જના કારણે આ ક્ષેત્રમાં બંને દશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇ સહમતિ નથી.

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યુઃ 20 સૈનિકો કેમ અને કેવી રીતે શહીદ થયા?સોનિયા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યુઃ 20 સૈનિકો કેમ અને કેવી રીતે શહીદ થયા?

English summary
now China increased its position near the Pangong River
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X