હવે દિલ્હી સચિવાલયના કર્મચારીઓ કેજરીવાલ સરકાર સામે કરશે ધરણા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે. દિલ્હી સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય તો તેઓ રાજ્ય સરકારની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરશે.

શુક્રવારે મીડિયા રિપોર્ટમાં જણાવ્યુંહતું કે દિલ્હી સચિવાલયના કર્મચારી મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માટે ત્રણવાર અનુરોધ કરી ચૂક્યા છે પરંતુ ત્રણેય વખત તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા દીધી નહી. હવે સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ચિંતાઓનું સમાધાન કર્યું નહી તો તેઓ રાજ્ય સરકારની સામે અમર્યાદિત સમય માટે ધરણા પર ઉતરી જશે.

aap
કર્મચારીઓની માંગ છે કે રાજ્ય સરકાર છઠ્ઠા પગારપંચની ભલામણોને તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવે. આ ઉપરાંત કર્મચારીઓની માંગ તેમને નોકરી પર નિયમિત કરવા અને તમામ પેન્ડીંગ નાણાની પતાવટ કરવાની માંગ કરી છે. સચિવાલયના કર્મચારીઓને ચેતાવણી આપતા જણાવ્યું કે જો તેમની માંગો પૂરી કરવામાં ના આવી તો 11 ફેબ્રુઆરીથી તેઓ અમર્યાદીત સમય માટે ધરણા પર ઉતરી જશે.

સચિવાલયના કર્મચારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કરતા જણાવ્યું છે કે વારંવાર અનુરોધ કર્યા બાદ પણ મુખ્યમંત્રીએ તેમને મળવું યોગ્ય સમજ્યું ન્હોતું. અત્રે ઉલ્લેનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલની વિરુધ્ધ હાલના દિવસોમાં વિરોધ પ્રદર્શન વધ્યો છે. શિક્ષક પોતાની સેવાને નિયમિત કરવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂક્યા છે.

English summary
Now, Delhi Secretariat employees to protest against Arvind Kejriwal government.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.