કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડો
હાલમાં નોટબંધી પછીથી કાનપુરની આસપાસ થયેલા રેલવે અકસ્માતોની તપાસમાં એકવાર ફરીથી આઇએસઆઇએસ એજન્ટોની સંડોવણી અને આતંકી કાવતરાના પુરાવા મળ્યા છે.
ઉત્તર પ્રદેશ ની રાજધાનીમાં આંતકી સૈફુલ્લાહના એન્કાઉન્ટર બાદ કાનપુર ની જે છબી સામે આવી છે, એના પરથી સ્પષ્ટ છે કે આ જિલ્લો સ્લીપિંગ મોડ્યૂલનું ગઢ બની ચૂક્યો છે. કાનપુરમાંથી આઇએસઆઇએસ ના બે સંદિગ્ધોને પકડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો અનુસાર આ બંન્ને પાસેથી માત્ર કાનપુર શહેર જ નહીં, પરંતુ આખા ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા આંતકી સંગઠન આઇએસઆઇએસના એક ડઝન આંતકવાદી ઓના નામ સામે આવ્યા છે. આ લોકોની ધરપકડ માટે જિલ્લા પોસીસ તથા એટીએસ કાર્યરત થઇ ગઇ છે.

કાનપુરમાંથી બે સગા ભાઇઓની ધરપકડ
લખનઉમાં કાર્યવાહી દરમિયાન જ કાનપુર, ઇટાવા, રાયબરેલી, અલીગઢ સહિતના જિલ્લાઓમાં સંદિગ્ધોની ધરપકડ માટે છાપા મારવામાં આવ્યા હતા. આ છાપામાં કાનપુરમાંથી બે સગા ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર આંતકી કાવતરું ઘડવાનો આરોપ છે. પોલીસ તથા એટીએસની જોઇન્ટ ટીમ દ્વારા આ બંન્ને સગા ભાઇઓ ફૈઝલ અને ઇમરાનની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ઇમરાનની પત્નીની પણ અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર આ ત્રણેની પૂછપરછમાં જ કાનપુરમાં ચાલી રહેલાં સ્લીપિંગ મોડ્યૂલના નેટવર્કનો ખુલાસો થયો હતો. આ સાથે જ ઇટાવામાંથી પણ એક આતંકવાદીને પકડવામાં આવ્યો છે.

રેલવે નિશાના પર
ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ના આતંકવાદીઓએ ભારતીય રેલવેને નિશાન બનાવ્યું છે. આ વાતની પુષ્ટિ ફૈઝલ અને ઇમરાનની પૂછપરછમાં થઇ હતી. આ સિવાય લખનઉમાં ઠાર મરાયેલા આતંકવાદી પાસે મળી આવેલો નકશો પણ આ વાતની પુષ્ટિ કરે છે. આ મામલે સામે આવેલા પુરાવાઓને આધારે એટીએસની ટીમે સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લા થોડા મહિનાઓમાં કાનપુરની આસપાસના વિસ્તારોમાં થયેલી રેલવે દુર્ઘટના પાછળ આતંકી કાવતરાઓ જવાબદાર હતા.

રેલવે બાદ બેંકો હતી નિશાના પર
કાનપુરમાં પકડાયેલા સગા ભાઇઓ પાસેથી બેંકોના નકશાઓ અને માહિતીઓ પણ મળી આવી છે. આ પરથી તારણ કાઢવામાં આવ્યું કે, આતંકીઓ રેલવે બાદ બેંક પર નિશાન સાધવાની ફિરાકમાં હતા. આ નકશાઓ અંગે એટીએસ અને આર્મી ઇન્ટેલિજન્સ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આ વાતો સામે આવી છે. સૂત્રો અનુસાર કાનપુરમાં સ્થિત રિઝર્વ બેંક પણ આંતકીઓના નિશાના પર હોય એવું બને. જો કે, આ વાતને સાબિત કરતા કોઇ પુરવા સામે નથી આવ્યા.

ભાગેલા આંતકવાદીની સઘન શોધખોળ
કર્નલગંજના રહમાની માર્કેટ સ્થિત દુકાનદારની તપાસમાં પોલીસ અને ગુપ્ત એજન્સિની ટીમોએ સઘન શોધખોળ શરૂ કરી છે. આ દુકાનદાર તેના પરિવાર સહિત ભાગી છૂટ્યો છે. દુકાનની બહાર પોલીસ કર્મચારીઓ ચોકી-પહેરો કરી રહ્યાં છે. બુધવારના રોજ આખો દિવસ પોલીસ કર્મચારીઓ માર્કેટના વિસ્તારમાં સાદા કપડામાં હાજર રહ્યા હતા. આ કારણે જ દુકાનદાર અઝહરને ભગાડનાર સાથી દુકાનદારોને પણ પોલીસ કાર્યવાહીનો ભય લાગી રહ્યો છે. પોલીસના કડક વલણને કારણ જ માર્કેટની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

એડીજી લૉ એન્ડ ઓર્ડરનું મોનિટરિંગ
પોલીસ અને ગુપ્ત એજન્સિઓએ ખાતરી આપી છે કે, ભાગેલા આતંકવાદીની જલ્દી જ ધરપકડ કરવામાં આવશે. આ આખા મામલે બહુ જલ્દી ખુલાસો કરવામાં આવશે. આ આખા પ્રકરણમાં સંદિગ્ધોની ધરપકડ અને તેમની તપાસ અંગેનો ખુલાસો એડીજી લૉ એન્ડ ઓર્ડર દ્વારા કરવામાં આવે એવી પણ શક્યતા છે, કારણ કે તેઓ પોતે આ કેસનું મોનિટરિંગ કરી રહ્યાં છે.

અહીં વાંચો
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
