For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરક્ષાના મુદ્દે મોટા શહેરોમાં મહિલા બસ સેવા શરૂ કરવા પ્રસ્તાવ

|
Google Oneindia Gujarati News

city-bus
નવી દિલ્હી, 29 માર્ચ : કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે રાજ્ય સરકારોને 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મહિલાઓ માટે અલગ સિટી બસ સર્વિસ શરૂ કરવાની ભલામણ કરી છે. આ ભલામણના મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

મંત્રાલયે તમામ સિટી બસ સેવાઓ જેમ કે જેએનએનયુઆરએમ અને બિન જેએનએનયુઆરએમ બસોમાં શહેર બસના આયોજન અનુસાર ગુણવત્તાયુક્ત પરિવહન પ્રણાલી(આરટીએસ)ને અમલી બનાવવા માટે દરેક રાજ્યો સાથે ચર્ચા કરી તેમના મંતવ્યો મંગાવ્યા છે.

આ ઉપરાંત 3 પૈડાંવાળા વાહનો અને ટેક્સીઓમાં જીપીઆરએસ તથા જીપીએસ જેવા વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીવાળા સાધનો લગાવવાની સાથે સામાન્ય નિયંત્રણ કેન્દ્રની મદદથી વ્યવસ્થાપનના સંબંધમાં કાર્યવાહી શરૂ કરવાની ચર્ચા પણ રાજ્યો સાથે કરવામાં આવી છે જેથી આ પ્રણાલીને વધારે સારી અને સુગમ બનાવી શકાય, જેથી તે મહિલાઓની મુસાફરી માટે વધારે સુરક્ષિત બને.

જેએનએનયુઆરએમ અંતર્ગત વિવિધ શહેરોમાં શરૂ કરવામાં આવેલી બસોની ખરીદી શહેરી બસ વિનિર્દેશ અનુસાર કરાવમાં આવી હોવી જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી વધારાની સહાયઆ પ્રણાલીઓને ખરીદવામાં અને મંત્રાલયને તેની સાથે જોડવામાં આવે તેવા નિર્દેશ છે.

શહેરી વિકાસ મંત્રાલયની આ પહેલ તાજેતરમાં દિલ્હી, મુંબઇ સહિત દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં મહિલાઓ સામે વધી રહેલા શારીરિક શોષણ અને બળાક્તારના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરવાના પ્રયાસના ભાગરૂપ છે.

English summary
Now only ladies bus in big city proposal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X