For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાઇ તમિલોના મુદ્દે ચર્ચા કરવા માટે રાજી: કેન્દ્ર

|
Google Oneindia Gujarati News

kamalnath
નવી દિલ્હી, 19 માર્ચ: યુપીએ સરકારને ટેકો પરત લેવાની ડીએમકેની જાહેરાત બાદ મંગળવારના રોજ સંકટમાં પડેલી સરકારને લોકસભામાં શ્રીલંકાઇ તમિલોના મુદ્દા પર તત્કાલ ચર્ચા કરાવવાનું વચન કરી પોતાના મહત્વપૂર્ણ ઘટક દળને છેલ્લીવાર મનાવી લેવાનો પ્રયાસ કર્યો.

ડીએમકેના પ્રમુખ એમ. કરૂણાનિધિની ચેન્નાઇમાં કરવામાં આવેલી જાહેરાત બાદ સંસદીય કાર્યમંત્રી કમલનાથે લોકસબામાં જણાવ્યું કે સરકાર આ મુદ્દા પર તુરંત ચર્ચા કરાવવા રાજી છે. કરૂણાનિધિએ જણાવ્યું કે જો સંસદ 21 માર્ચથી પૂર્વ શ્રીલંકાઇ તમિલના મૂદ્દા પર પ્રસ્તાવ પસાર કરે છે તો તેઓ ટેકો પાછો લેવા પર વિચાર કરી શકે છે.

ખાસ વાત એ છે કે 21 માર્ચની સમય સીમા એ ખુબ જ મોટી વાત છે કારણ કે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં આ જ દિવસે શ્રીલંકાઇ તમિલો સાથે સંબંધિત અમેરિકા પ્રાયોજિત પ્રસ્તાવ પર મત વિભાજન થવાનું છે. કમલનાથે આ મુદ્દા પર મંગળવારે સદનમાં અન્નાદ્રમુક અને દ્રમુક સભ્યો દ્વારા કરવામાં આવેલ ભારે હોબાળા બાદ કહેવામાં આવ્યુ કે સરકાર શ્રીલંકામાં થઇ રહેલી ઘટનાઓ પર ગંભીર રીતે ચિંતિત છે અને તે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

આ પહેલા આજે શૂન્યકાળમાં દ્રમુક અને અન્નાદ્રમુક સભ્યો આ મુદ્દાને લઇને સ્પીકર સમક્ષ આવીને નારેબાજી કરવા લાગ્યા. દ્રમુકના ટીકેએસ ઇલનગોવને જણાવ્યું કે અમને સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં પ્રસ્તાવની કોઇ પરવાહ નથી. એ જોવુ ભારત સરકારનું નૈતિક ફરજ છે કે શ્રીલંકાએ જે આશ્વાસન આપ્યું હતું, તેને પુરુ કરવામાં આવ્યું કે નહીં. સરકાર મૌનદર્શક શા માટે બની બેઠી છે.

English summary
Now UPA ready to discuss on issue of srilankan tamil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X