For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહીંગ્યા અને બાંગ્લાદેશી પ્રેમથી દેશ ના છોડે તો ગોળી મારી દો: ભાજપા વિધાયક

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા પછી તેને લઈને હંગામો થયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા પછી તેને લઈને હંગામો થયો છે. આ હંગામા વચ્ચે ભાજપા વિધાયક ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે બાંગ્લાદેશી પાછા ના જાય તેમને ગોળી મારી દેવી જોઈએ. તેલંગાણાના બીજેપી વિધાયક રાજા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો રોહીંગ્યા અને બાંગ્લાદેશી પ્રેમથી દેશ ના છોડે તો તેમને ગોળી મારી દેવી જોઈએ, ત્યારે જ દેશ સુરક્ષિત થશે. રાજા સિંહ હૈદરાબાદના ગોશમહેલ વિધાનસભા થી વિધાયક છે.

nrc assam

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરમાં રાજ્યના 40 લાખ લોકોનું નામ નથી. ત્યારપછી તેમની નાગરિકતાને લઈને વિવાદ છેડાઈ ગયો. નાગરિકતાના મામલે સંસદમાં જોરદાર હંગામો પણ થયો. વિપક્ષી દળો ઘ્વારા ભાજપ પર હુમલો કરીને વોટોની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સોમવારે જાહેર કરવામાં આવ્યું. આસામ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં એનઆરસી જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 3.29 કરોડ આવેદકોમાંથી 2.89 કરોડનું નામ છે જયારે 40 લાખ લોકોને અવૈધ માનવામાં આવ્યા છે. આ 40 લાખ લોકોને લઈને હાલમાં આખો હંગામો ચાલી રહ્યો છે.

English summary
NRC Assam BJP Telangana MLA Raja Singh says shot Rohingyas and Bangladeshi illegal immigrants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X