For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકને આતંકવાદ માટે જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારત-પાક વચ્ચે 23 અને 24 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાર્તા કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય. સૂત્રોનું માનીએ તો 23 ઓગષ્ટે જ્યારે પાક એનએસએ સરતાજ અઝીઝ અને ભારતના એનએસએ અજીત ડોભાલ વચ્ચે મુલાકાત થશે ત્યારે સરહદ પારથી થઈ રહેલ ફાયરીંગમાં પાકિસ્તાન આતંકી તત્વોને દૂર રાખે તે અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવશે.

india and pak meet

ભારત સંયુક્ત વાર્તાને રદ નહીં કરે
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સીમા પારથી થઈ રહેલ સતત ફાયરીંગ તેમજ અલગાવવાદીઓને આમંત્રણ હોવા છતા ભારત કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન સાથેની આ વાર્તા રદ નહીં કરે.

બુધવારે આ ખબર બાદ પાકિસ્તાન તરફથી કાશ્મીરના અલગાવવાદીઓને મળવા માટે પાકિસ્તાનના એનએસએ સરતાજ અઝીઝ તરફથી એક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ત્યારે એવી આશંકા હતી કે ભારત પહેલાની જેમ જ આ વાર્તાને રદ કરશે. પરંતુ ભારત આ પ્રકારનું કોઈ પગલું નહીં ભરે.

પાક સાથે શું વાતચીત થશે.
આ વાર્તા સમયે ભારત-પાક વચ્ચે અનેક મુદ્દે વાતચીત થશે. ભારત સીમા પર સેના દ્વારા થતા વારંવારના ફાયરીંગ અને તેમા આતંકી તત્વોના હાથની વાત પણ કરશે. ભારત પાકને સ્પષ્ટ કરી દેશે કે આવા આતંકી તત્વો સામે કડક વલણ અખત્યાર કરવામાં આવે.

અલગાવવાદીઓને આમંત્રણથી ભારત નારાજ
પાક દ્વારા હુર્રિયતના નેતાઓને આમંત્રણથી ભારત નારાજ છે. ત્યારબાદ ભારત આ વાર્તાના પક્ષમાં નથી. વાર્તા દરમ્યાન પાકિસ્તાનને તે પણ જણાવવામાં આવશે કે જો અલગાવવાદીઓ પોતાના અજેન્ડા પર ચાલતા રહ્યાં તો આ વાતચીત સાચી દિશામાં આગળ નહીં વધી શકે. આ અંગે ભારત પોતાની નારાજગી પાકને જણાવી દેશે. પાકિસ્તાનમાં એક એવો વર્ગ છે જે આ વાચચીતને નથી ઈચ્છી રહ્યો. પરંતુ આ વખતે ભારત તેમની ઈચ્છાને પાર નહીં પડવા દે. પાક પણ એવી જ આશા રાખી રહ્યું છે કે ભારત આ વાર્તાને રદ કરે.

English summary
NSA meet between India and Pakistan will go on. Despite all the provocation by Pakistan, India is not in a mood to cancel the talks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X