ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડૂએ લીધી શપથ

Posted By:
Subscribe to Oneindia News

આજે દેશને તેના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એેમ. વેંકૈયા નાયડૂ મળ્યા છે. દિલ્હી ખાતે વેંકૈયા નાયડૂએ આજે શપથ ગ્રહણ કરી છે. નવા નિયુક્ત થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ તરીકે નાયડૂને શપથ ગ્રહણ કરાઇ છે. તે પછી નાયડૂ રાજ્યસભામાં સભાપતિ તરીકે પદ સંભાળશે અને ઉપરાષ્ટ્રપતિ તરીકે પહેલી ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે વેંકૈયા નાયડૂ ભારતના 13માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. શપથ વિધિ પહેલા વેંકૈયા નાયડૂએ પટેલ ચોક પહોંચીને સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

naidu

સાથે જ તેમણે ડીડીયૂ પાર્ક પહોચી દીન દયાલ ઉપાધ્યાયને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વેંકૈયા નાયડૂના આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ સમેત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. નોંધનીય છે કે ગત 5 ઓગસ્ટના થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેંકૈયા નાયડૂએ 516 વોટ મેળવીને ભવ્ય જીત મેળવી હતી. અને તેમણે વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને હરાવ્યા હતા.

English summary
Oath ceremony of Vice President designate M Venkaiah Naidu. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.