For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ પહેલા દિવસે લંચમાં ચાખી 'ગુજરાતી કઢી'!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર અત્રે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને રવિવારે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લંચમાં વ્યંજનોની પસંદગીમાં ખાસી ઝહેમત ઉઠાવવી પડી હશે. કારણ કે લંચના મેનૂમાં ઘણા પ્રકારના શાકાહારી તથા માંસાહારી પકવાન સામેલ હતા. મેનૂમાં 'ગુજરાતી કઢી' અને 'ભુના ગોશ્ત બોટી' સહિત ઘણા પ્રકારના પકવાન પરોસવામાં આવ્યા.

modi obama
લંચના મેનૂમાં છાછ અને ચણાના લોટથી તૈયાર કરવામાં આવેલી 'ગુજરાતી કઢી' અને મેમને માંસથી બનેલ 'ભુના ગોશ્ત બોટી' સહિત જાત-જાતના સ્વાદિસ્ટ શાકાહારી અને માંસાહારી વ્યંજનનો પણ સામેલ હતા. માંસાહારી વ્યંજનોમાં ચણાના લોટ અને મલાઇમાં પલાડીને તંદૂરમાં પકવવામાં આવેલ 'મુર્ગ નેજા કબાબ', ગરમ મસાલામાં તળવામાં આવેલ ઝીંગા માછલીનું વ્યંજન 'શ્રિંપ કરાવલી' અને સરસોની સાથે પકવવામાં આવેલી 'માહી સરસો' પણ સામેલ હતું.

મોદી અને ઓબામાએ અત્રે હૈદરાબાદ હાઉસમાં સમ્મેલન સ્તરની દ્વિપક્ષીય વાર્તા કરી. ઓબામાને આપવામાં આવેલ ભવ્ય લંચમાં 'શતવર શોરબા', 'નદરૂ ગૂલર', અનાનસ અને પનીર સૂલા, પનીર લબાબદાર, પણ પરોસવામાં આવ્યા હતા. કેળામેથીનું શાક, મિક્સ્ડ વેજીટેબલ કલૌજી, મટર પુલાવ પણ ઓબામાને લંચમાં પીરસવામાં આવ્યા હતા. મીઠામાં ગાજરનો હલવો, ગુલાબ જામુન અને ફળોના તાજા રસ પીરસવામાં આવ્યા હતા. ખાવાના મેનૂમાં દક્ષિણ ભારતીય કૉફી અને હર્બલ ચા પણ સામેલ હતી.

English summary
US President Barack Obama was served a sumptuous array of vegetarian and non-vegetarian dishes, including Gujarati Kadhi - tangy curry made from buttermilk and gram flour, and Bhuna Gosht Boti at the lunch hosted by Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X