ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારતે ક્યારેય કોઇ દેશ પર હુમલો કર્યો નથી, જમીનનો ભૂખ્યો નથી : PM મોદી

ભારતે ક્યારેય કોઇ દેશ પર હુમલો કર્યો નથી, જમીનનો ભૂખ્યો નથી : PM મોદી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિલ્લીમાં પ્રવાસી ભારતીય કેંદ્રનું ઉદ્ધાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે આ દેશ ક્યારેય જમીનનો ભૂખ્યો નથી રહ્યો, ક્યારેય કોઈ પર આક્રમણ નથી કર્યું. તેમણે કહ્યું હંમેશા બીજા માટે બલીદાન આપે છે. આપણા દોઢ લાખ જવાનો પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં શહિદથયા હતા.

ભારતનો જડબાતોડ જવાબ, 24 કલાકમાં 3 વાર PAKને ફટકાર્યું

ભારતનો જડબાતોડ જવાબ, 24 કલાકમાં 3 વાર PAKને ફટકાર્યું

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. ભારતીય સેના અને પોીલસે એક જ દિવસમાં પાકિસ્તાન તરફથી કરાયેલા હુમલા, ઘૂસણખોરીનો પ્રયાસ અને સીઝફાયર ભંગનો આકરો જવાબ આપ્યો છે. બારામુલામાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો, ગુરદાસપુરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને પૂંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

બારામુલામાં આર્મી કેમ્પ પર હુમલોઃ 2 આતંકી ઠાર માર્યા, 1 જવાન શહીદ

બારામુલામાં આર્મી કેમ્પ પર હુમલોઃ 2 આતંકી ઠાર માર્યા, 1 જવાન શહીદ

બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો ઉપર રવિવારે રાત્રે સાડા દસ વાગે લગભગ 6 આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો. સુરક્ષાકર્મીઓની ચોક્કસાઈને કારણે આતંકવાદીઓ કેમ્પમાં નહોતા ઘૂસી શક્યા. અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો.

સરહદ પર તણાવ, 18 ગામના લોકો ઘર છોડવા નથી માગતા

સરહદ પર તણાવ, 18 ગામના લોકો ઘર છોડવા નથી માગતા

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને કારણે સરહદ પરના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. સરહદ પરના હજાર જેટલા ગામોમાંથી લોકોને હટાવવામાં આવી રહ્યાં છે. જો કે હિંદૂમલ કોટની આસપાસના 18 ગામોએ તંત્રનો આદેશ માનવાની ના પાડી દીધી છે. તેઓ અહીં રહીને યુદ્ધ સમયે સેનાની મદદ કરવા માગે છે.

સરકાર ઘણી જવાબદારીથી કામ કરે છે : મનોહર પારિકર

સરકાર ઘણી જવાબદારીથી કામ કરે છે : મનોહર પારિકર

ભારત દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પહેલા ઇન્ટરવ્યુમાં રક્ષામંત્રી મનોહર પરિકરે જણાવ્યું કે અમારી સરકાર તણાવની પરિસ્થિતિનો પરિપક્વતાથી સામનો કરવા પૂરી રીતે તૈયાર છે. તેમણે ઉમેર્યું છે કે સરકાર ઘણી જવાબદારીથી કામ કરે છે અને વધુ ચિંતા કરવી ન જોઈએ.

ચીન સરહદ પર પણ સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર

ચીન સરહદ પર પણ સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર

ભારતીય એરફોર્સ હવે પૂર્વીય સેક્ટર અને ખાસ કરીને અરુણાચલમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી રહી છે. ચીનના સંભવીત જોખમને જોતા વાયુ સૈન્યએ પૂર્વીય સેક્ટરમાં વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. ઇસ્ટ ઝોનમાં એરફોર્સ પોતાની ક્ષમતાનો પણ વિસ્તાર કરી રહી છે.

પાકિસ્તાનના કલાકારો અંગે નાના પાટેકરે કહ્યું...

પાકિસ્તાનના કલાકારો અંગે નાના પાટેકરે કહ્યું...

નાના પાટેકરે પાકિસ્તાની કલાકારોને મુદ્દે આપેલો જવાબ વાયરલ થઇ ગયો છે. નાનાએ જણાવ્યું છે કે 'પાકિસ્તાની કલાકારો અને બાકી બધા બાદમાં, પહેલા મારો દેશ. દેશ સિવાય હું કોઇને પણ નથી જાણતો અને ના જાણવા ઇચ્છીશ. કલાકારો દેશ સામે માકડ માકડ જેવા છે.'

English summary
October 03 read today's top national news pics
Please Wait while comments are loading...