ભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થુ વધ્યુ

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થુ વધ્યુ

દિવાળી પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ રુપે 2% ના વધારા સાથે મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 1 જુલાઇ 2016 થી લાગૂ થશે. કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાયેલા આ પગલાથી આશરે 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેંશનધારકોને લાભ મળશે. આ વર્ષની શરુઆતમાં મોદી સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં 6% નો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોંઘવારી ભથ્થુ બેઝિક પે ના 125% થઇ ગયુ હતુ. બાદમાં સાતમાં પગારપંચમાં મોંઘવારી ભથ્થુ બેઝિક પે સાથે જોડી દેવાયુ. તમને જણાવી દઇએ કે સરકાર જાન્યુઆરી અને જુલાઇ એમ વર્ષમાં બે વાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની ઘોષણા કરે છે. જો ઘોષણા ન કરે તો પણ મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો આ મહિનાઓથી જ માન્ય ગણાય છે.

કેજરીવાલને મારવાની ધમકી, દિલ્હી આવતા જ મારી દઇશ

કેજરીવાલને મારવાની ધમકી, દિલ્હી આવતા જ મારી દઇશ

બુધવારે સાંજે દિલ્હી પોલિસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો. ફોન કરનાર શખ્શે કહ્યું કે કેજરીવાલ જેવા પંજાબથી દિલ્હી આવશે એટલે તે તેમને ગોળી મારી દેશે. દિલ્હીના મુખ્યમંત્રીને મારવાની વાત કહેનાર આ શખ્શનું નામ પોલિસે પૂછ્યુ તો તેણે કહ્યું કે નામ તો અરવિંદ કેજરીવાલને મારીને જ કહીશ. આ કૉલ આવ્યા બાદ હરકતમાં આવેલી પોલિસે તપાસ કરી તો જાણવા મળ્યુ કે ફોન કરનારો પૂર્વ દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારનો રહેવાસી રવિન્દ્ર તિવારી છે. તેની આસપાસના લોકોએ જણાવ્યુ કે તે દારુડિયો છે અને તેની માનસિક સ્થિતિ સારી નથી. ત્યારબાદ પોલિસે રાહતનો દમ લીધો. કેજરીવાલ હાલમાં ચૂંટણીના અનુસંધાનમાં પંજાબ પ્રવાસે છે.

જમ્મૂ-કાશ્મીરના આરએસપુરમાં પાક રેંજર્સે આખી રાત છોડ્યા મોર્ટાર શેલ, 6 ઘાયલ

જમ્મૂ-કાશ્મીરના આરએસપુરમાં પાક રેંજર્સે આખી રાત છોડ્યા મોર્ટાર શેલ, 6 ઘાયલ

બુધવારે આખી રાત જમ્મૂના આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તેની નાપાક હરકતો ચાલુ રાખીને સતત ફાયરિંગ કરી રહ્યુ છે. આ ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત 6 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આખી રાત મોર્ટાર શેલ છોડ્યા બાદ સવારે 6.15 મિનિટે ફાયરિંગ બંધ થઇ. આ ફાયરિંગમાં બીએસએફની 14-15 પોસ્ટને નુકશાન પહોંચ્યુ છે. આ ફાયરિંગ છેલ્લા 48 કલાકથી ચાલુ હતુ.

આ વર્ષે એક મહિના પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થશે: પીએમ મોદી

આ વર્ષે એક મહિના પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થશે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આ વર્ષે કેન્દ્રીય બજેટ એક મહિના પહેલા રજૂ કરવામાં આવશે કારણકે તેનાથી ધનની કમી ન થાય અને વિકાસને ગતિ મળે. ‘સક્રિય સંચાલન અને સમય પર પ્રગતિ' ની બુધવારે મળેલી માસિક બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ કે યોજનાઓને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકી શકાય એટલા માટે કેન્દ્રીય બજેટને એક મહિના પહેલા રજૂ કરવામાં આવશે. તેમણે રાજ્યોને પણ કહ્યુ કે આનો ફાયદો ઉઠાવવા માટે પોતાની યોજનાઓને આને અનુરુપ આગળ વધારો. પારંપરિક રીતે કેન્દ્ર સરકારનું બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થાય છે, હવે તેને એક મહિના પહેલા રજૂ કરવાનું છે માટે સંસદનું બજેટ સત્ર પણ ફેબ્રુઆરીના બદલે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં શરુ થશે.

સપાના આંતરવિગ્રહ વચ્ચે આઝમનો પત્ર, મુસલમાન હારેલા લોકો સાથે નહિ જાય

સપાના આંતરવિગ્રહ વચ્ચે આઝમનો પત્ર, મુસલમાન હારેલા લોકો સાથે નહિ જાય

સમાજવાદી પક્ષમાં ચાલી રહેલ ઘમાસાણ વચ્ચે હવે પક્ષના વરિષ્ઠ નેતા આઝમખાને મીડિયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે જે બની રહ્યુ છે તેનાથી મુસલમાન પોતાને અંધકારમય અનુભવી રહ્યા છે. તેમણે મુસલમાનોને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેઓ લખે છે કે, ‘હાલમાં પ્રદેશ અને દેશના રાજકીય ક્રમમાં સૌથી વધુ મુસલમાન પરેશાન છે કારણકે તેમનુ ભવિષ્ય અંધકારમય નજરે પડી રહ્યુ છે. તેમનુ ભાંગ્યુ તૂટ્યુ સપનુ સૌની સામે છે. દુખની વાત છે કે કંઇ કર્યા વગર જ બધા પક્ષો મુસ્લિમ મતોને પોતાની જાગીર સમજવા લાગ્યા છે. મુસલમાન ના તો પાણીનો પરપોટો છે કે ન થાળીનુ રીંગણ. મુસલમાનો સંજોગો પર નજર રાખી રહ્યા છે. નિર્ણય ચોક્કસ થશે જેથી એ સુનિશ્ચિત થાય કે ભાજપની સરકાર ઉત્તરપ્રદેશમાં સરકાર ન બનાવી શકે.

સીઝફાયર મામલે પાક ઉચ્ચાયુક્તને સમન

સીઝફાયર મામલે પાક ઉચ્ચાયુક્તને સમન

પાકિસ્તાન તરફથી છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહેલા સીઝફાયર ઉલ્લંઘન મામલે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને સમન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકથી જમ્મૂ-કાશ્મીરના આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં પાક તરફથી ફયરિંગ ચાલુ હતુ. જેમા 6 લોકો ઘાયલ થયા હતા અને બીએસએફની 15 પોસ્ટને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ.

English summary
october 27 india top national news in short
Please Wait while comments are loading...