ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને નિતીશકુમાર માટે માંગ્યા વોટ

દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને નિતીશકુમાર માટે માંગ્યા વોટ

બિહાર વિધાનસભા માટે આવતીકાલે ત્રીજા ચરણનું મતદાન થશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા દિલ્હીના CM કેજરીવાલે ટ્વિટ કરીને બિહારની જનતાને નિતીશકુમારને વોટ આપવા માટે અપીલ કરી છે.

પાકિસ્તાને ભારતની મદદ લેવાનો કર્યો ઇન્કાર

પાકિસ્તાને ભારતની મદદ લેવાનો કર્યો ઇન્કાર

ગઈકાલે આવેલા ભયાનક ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થયુ છે. ત્યારે ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી અશરફ ગનીને ફોન કરીને ભારત તરફથી મદદ કરવાની વાત કરી છે. પરંતુ ખબર મળી રહી છેકે પાકિસ્તાનના પીએમે ભારતની મદદ લેવાની ના પાડી દીધી છે.

જમ્મુ કાશ્મીરમાં મૂઠભેડમાં બે આતંકી ઠાર, નાયબ સુબેદાર શહીદ

જમ્મુ કાશ્મીરમાં મૂઠભેડમાં બે આતંકી ઠાર, નાયબ સુબેદાર શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના એક ગામમાં સોમવારે સાંજે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેડ થઇ હતી. જેમા બે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જ્યારે નાયબ સુબેદાર કે.વી.એસ રેડ્ડી શહીદ થયા હોવાના સમાચાર છે.

ગીતાએ મહતો પરિવારને ઓળખવાથી કર્યો ઇન્કાર

ગીતાએ મહતો પરિવારને ઓળખવાથી કર્યો ઇન્કાર

15 વર્ષ બાદ ગીતા પાકિસ્તાનથી ભારત આવી રહી હતી તે જાણીને પ્રસન્નતા અનુભવી રહેલો બિહારનો મહતો પરિવાર સોમવારે ગીતાનું સ્વાગત કરવા માટે ઇંદિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યો હતો. પરંતુ જ્યારે ગીતાએ તેમને ઓળખવાથી ઇન્કાર કરી દીધો ત્યારે મહતો પરિવાર નિરાશ થયો હતો.

સુદર્શન પટનાયકે રેત આકૃતિ દ્વારા કર્યું ગીતાનું સ્વાગત

સુદર્શન પટનાયકે રેત આકૃતિ દ્વારા કર્યું ગીતાનું સ્વાગત

ગીતા ગઇકાલે લગભગ દોઢ દાયકા બાદ પાકિસ્તાનથી ભારત પરત ફરી છે. ત્યારે ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે ગીતાનું રેતીની પ્રતિકૃતિ બનાવીને સ્વાગત કર્યું હતુ.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગીતાનું કર્યું ઉમળકાભેર સ્વાગત

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગીતાનું કર્યું ઉમળકાભેર સ્વાગત

ગીતા 15 વર્ષ બાદ ગઇકાલે ભારત પરત ફરી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગીતાનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે.

મેગીનુ ઉત્પાદન શરૂ, આગામી મહિને બજારમાં ઉતરશે

મેગીનુ ઉત્પાદન શરૂ, આગામી મહિને બજારમાં ઉતરશે

નેસ્લે પ્રવક્તાએ જણાવ્યું હતુ કે " બોમ્બે હાઇકોર્ટના આદેશ મુજબ નવા ઉત્પાદનમાંથી નમૂના પરિક્ષણ માટે માન્યતા પ્રાપ્ત ત્રણ પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને ત્યારબાદ રીપોર્ટ્સ આવ્યા બાદ જ મેગીના નવા ઉત્પાદનને બજારમાં ઉતારવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આદેશ મુજબ અમે ત્રણ યુનિટમાં ઉત્પાદન શરૂ કરી દીધુ હતુ.

શેરબજાર

શેરબજાર

ભારતીય શેરબજારમાં આજે નરમી સાથે શરૂઆત થઇ હતી. સેંસેક્સ 80 અંકના ઘટાડા સાથે 27,282 જ્યારે નિફ્ટી 22 અંકના ઘટાડા સાથે 8239 પર વ્યાપાર કરી રહ્યાં છે.

ખુલાસો: ગૌ હત્યા નહીં પણ પ્રેમ પ્રસંગના લીધે અખલાકના ઘરે થયો હતો હુમલો

ખુલાસો: ગૌ હત્યા નહીં પણ પ્રેમ પ્રસંગના લીધે અખલાકના ઘરે થયો હતો હુમલો

ઉત્તરપ્રદેશના દાદરીમાં થયેલી અખલાકની હત્યા બાદ ABVPએ આ મામલામાં મોટો ખુલાસો કર્યો છે. જી હા, ABVPએ દાદરી કાંડ પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર હોવાનો દાવો કર્યો છે.

ટ્રેનમાં શૌચાલયનો દરવાજો ખુલ્યો તો રેલ્વેએ આપવા પડશે દોઢ લાખ રૂપિયા

ટ્રેનમાં શૌચાલયનો દરવાજો ખુલ્યો તો રેલ્વેએ આપવા પડશે દોઢ લાખ રૂપિયા

ભારતીય રેલમાં મુસાફરી કરવી હંમેશાથી પડકાર જનક રહી છે. જી હા યાત્રા દરમ્યાન અનેક મુશ્કેલીઓને સહન કરવી પડતી હોય છે. પરંતુ એક યાત્રીકે રેલ્વેની બેજવાબદારી માટે રેલ્વેની ગ્રાહક કોર્ટમાં દાવો કર્યો છે. જી હા, આ યાત્રિકેએ શૌચ દરમ્યાન શૌચાલયનો દરવાજો ખુલી જતા દોઢ લાખની રકમ વળતર તરીકે માંગી હતી. તમામ દલીલોના અંતમાં કોર્ટે, રેલ્વેને આ મુસાફરને દોઢ લાખ રૂપિયા તેમજ કેસનો ખર્ચ આપવા માટે જણાવ્યુ છે.

ફરી એકવખત વિરાટની નિષ્ફળતાનું ઠીકરૂ અનુષ્કાના શિરે

ફરી એકવખત વિરાટની નિષ્ફળતાનું ઠીકરૂ અનુષ્કાના શિરે

વાનખેડે સ્ટેડિયમમાં જે રીતે ભારતની હાર થઇ છે, ક્રિકેટના ચાહકોમાં જબજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. ફરી એકવખત ટીમ ઇન્ડિયાની હારનો ગુસ્સો ક્રિકેટ પ્રેમીઓએ આવેશમાં આવીને ભારતીય ટીમના ઉપ-કપ્તાન વિરાટ કોહલીની પ્રેમિકા અનુષ્કા શર્મા પર ઉતાર્યો છે.

કરીના પણ કરશે એક્શન સીન્સ

કરીના પણ કરશે એક્શન સીન્સ

કરીના કપૂર, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ઉડતા પંજાબનું શુટીંગ ચાલી રહ્યું છે. ફિલ્મના કેટલાક ફોટો લીક થયા છે, જેમા કરીના એકદમ દેશી લુકમાં બાઇક ચલાવતી નજરે પડી રહી છે.

બિગ બોસમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થશે ઋત્વિક રોશનની બહેનની

બિગ બોસમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થશે ઋત્વિક રોશનની બહેનની

બિગ બોસમાં સૌથી મોટું ટ્વિસ્ટ છે, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. જો સુત્રોનું માનીએ તો વાઇલ્ડકાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસમાં ઋત્વિક રોશનની બહેન સુનૈના રોશનની એન્ટ્રી થશે. મહત્વપૂર્ણ છેકે પહેલા પણ સેલીબ્રિટીઝના ભાઇ બહેન આમ કરી ચૂક્યા છે.

હેપ્પી બર્થડે અનુરાધા પૌંડવાલ

હેપ્પી બર્થડે અનુરાધા પૌંડવાલ

બોલીવુડના પ્રખ્યાત પ્લેબેક ગાયિકા અનુરાધા પૌંડવાલે પોતાના ભક્તિ ગીતોથી એક અલગ જ ઓળખ ઉભી કરી છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો, તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. મહત્વપૂર્ણ છેકે અનુરાધા પૌંડવાલે વર્ષ 1973માં ફિલ્મ અભિમાનથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

હોંડાએ રચ્યો ઇતિહાસ, માત્ર 9 દિવસમાં 3 લાખ બાઇક વેચાયા

હોંડાએ રચ્યો ઇતિહાસ, માત્ર 9 દિવસમાં 3 લાખ બાઇક વેચાયા

ભારતમાં વાહનપ્રેમીઓ માટે નવરાત્રિ અને દિવાળી ખાસ મહત્વ ધરાવે છે. ભારતીયોના નવરાત્રિ પ્રેમના જીવંત ઉદાહરણના કારણે હોંડા સ્કુટર્સે માત્ર 9 દિવસમાં 3 લાખ ટુ વ્હિલર વેંચવામાં સફળતા મેળવી.

સોમવારે બૌદ્ધગયામાં ભક્તોએ કરી બૌદ્ધ પૂજા

સોમવારે બૌદ્ધગયામાં ભક્તોએ કરી બૌદ્ધ પૂજા

સોમવારે બિહારના બૌદ્ધગયામાં બૌદ્ધ ભક્તોએ મહાબૌધી મંદિરમાં ભગવાન બૌદ્ધના સોનાના પેઇન્ટીંગની પૂજા અર્ચના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X