For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં ત્રીજા ચરણનું મતદાન

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બિહારમાં ત્રીજા ચરણનું મતદાન

બિહારમાં ત્રીજા ચરણનું મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે 50 બેઠકો માટે 1.46 કરોડ મતદાતા 808 ઉમેદવારોના રાજનૈતિક ભાવિનો ફેંસલો કરશે. ત્રીજા ચરણના મતદાનમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.

ધરપકડ બાદ હથકડીમાં ડૉન છોટા રાજનની પહેલી તસવીર

ધરપકડ બાદ હથકડીમાં ડૉન છોટા રાજનની પહેલી તસવીર

ભારતમાં સૌથી મોટી ક્રાઇમ સિન્ડીકેટનો બોસ, અન્ડરવર્લ્ડ દુનિયાનો કુખ્યાત ડૉન અને ઘણી હત્યાનો આરોપી છોટારાજન ઇન્ડોનેશિયામાંથી ઝડપાયો હતો. ત્યારે ઇન્ડોનેશિયાની પોલીસ કસ્ટડીમાં હાથમાં હથકડી લાગેલી છોટારાજનની આ પહેલી તસવીર જોઇ શકાય છે.

બિહારમાં પીએમ મોદીએ સંબોધી ચૂંટણીસભા

બિહારમાં પીએમ મોદીએ સંબોધી ચૂંટણીસભા

બિહારમાં આજે ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદીએ ગઇકાલે બિહારના સીતામઢીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ.

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ભારતની મુલાકાતે

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ભારતની મુલાકાતે

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ચીનની મુલાકાત બાદ ભારત પહોંચી ગયા છે. માર્ક આજે દિલ્હી IITમાં આયોજીત ટાઉનહોલ સત્રને સંબોધિત કરવાના છે. માર્કે તે પહેલા ફેસબુક પર એક ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો હતો જે આગ્રાના તાજમહેલનો છે.

અજીત ડોભાલે સખત શબ્દોમાં પાકિસ્તાનને ચેતવ્યુ

અજીત ડોભાલે સખત શબ્દોમાં પાકિસ્તાનને ચેતવ્યુ

આતંકવાદને દક્ષિણ એશિયા માટે ખતરા સમાન ગણાવતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને ગુપ્ત ગતિવિધીઓથી દૂર રહેવા સખત શબ્દોમાં ચેતવણી આપી છે .ડોભાલે વધુમાં કહ્યું હતુ કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નહીં આવે તો પાકિસ્તાનને તેની જ ભાષામાં સમજાવવામાં આવશે .

સુપ્રિમ કોર્ટે મોદી સરકારને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણ ખતમ કરવા માટે કર્યો નિર્દેશ

સુપ્રિમ કોર્ટે મોદી સરકારને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણ ખતમ કરવા માટે કર્યો નિર્દેશ

સુપ્રિમ કોર્ટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આરક્ષણ ખતમ કરવાની વાત જણાવી છે. કોર્ટે મંગળવારે એક અરજીની સુનાવણી દરમ્યાન આ વાત જણાવી હતી. આ અંગે સુપ્રિમ કોર્ટે સરકારને પણ નિર્દેશ કર્યો છે.

ચીન સીમા પર પહેલી વખત મહિલા ટૂકડીનું થશે પોસ્ટીંગ

ચીન સીમા પર પહેલી વખત મહિલા ટૂકડીનું થશે પોસ્ટીંગ

ભારત-ચીન સીમા પર પોતાની હાજરીને મજબૂત કરવાના ઇરાદાથી ભારત તિબેટની સીમા પર 50થી વધુ નવી ચોકી બનાવશે. આ સંવેદનશીલ સીમાક્ષેત્રોમાં લગભગ 8 હજાર નવા જવાનોની ભરતી પણ કરવામાં આવશે. ત્યારે પહેલી વખત ITBPમાં મહિલા ટુકડીને પણ પોસ્ટ કરવામાં આવશે. આ માટે 500 મહિલા કોન્સ્ટેબલના એક વિશેષ દળને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

દિલ્હીના કેરળ ભવનમાં ગૌ માંસ પીરસાતા હડકંપ

દિલ્હીના કેરળ ભવનમાં ગૌ માંસ પીરસાતા હડકંપ

ગૌ માંસનો વિવાદ અટકવાનુ નામ જ નથી લઇ રહ્યો. દિલ્હીના કેરળ હાઉસમાં ગૌ માંસ પીરસાવાની વાત પર ફરી એકવખત રાજકારણ ગરમાયુ છે.

ગુડગાંવના સદર બજારમાં ભીષણ આગ

ગુડગાંવના સદર બજારમાં ભીષણ આગ

મંગળવારે ગુડગાંવના સદરબજારમાં ભીષણ આગ લાગી હતી. આગને બૂઝાવવા માટે ફાયરફાઇટર્સની તમામ ટીમોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

કાશ્મીરમાં બરફ વર્ષા બાદ ચાલી રહ્યું છે સફાઇકામ

કાશ્મીરમાં બરફ વર્ષા બાદ ચાલી રહ્યું છે સફાઇકામ

કાશ્મીરમાં સીઝનની ભારે બરફવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હાલમાં રસ્તાઓ પરથી બરફનેસાફ કરીને રસ્તાઓને રાબેતા મુજબ ચાલુ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ક્રિકેટર અમિત મિશ્રાની ધરપકડ બાદ જામીન

ક્રિકેટર અમિત મિશ્રાની ધરપકડ બાદ જામીન

મહિલા સાથે મારપીટ અને શોષણના આરોપમાં ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા લેગ સ્પિનર અમિત મિશ્રાની બેંગ્લોર પોલીસે 3 કલાકની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. ત્યારબાદ જામીન પર તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

ફાઇનલમાં હાર માટે ગાવાસ્કરે ધોનીને જવાબદાર ઠેરવ્યો

ફાઇનલમાં હાર માટે ગાવાસ્કરે ધોનીને જવાબદાર ઠેરવ્યો

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પાંચ વનડે મેચની સિરીઝમાં 3-2થી હાર મેળવ્યા બાદ કેપ્ટન ધોનીને ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે પણ ફાઇનલ મેચમાં હાર માટે ધોનીને જવાબદાર ઠેરવ્યો છે.

M.S.ધોની પર બની રહેલી બાયોપીકનો સુશાંતસિંહનો ફોટો લીક

M.S.ધોની પર બની રહેલી બાયોપીકનો સુશાંતસિંહનો ફોટો લીક

સુશાંત સિંહ અભિનીત M.S.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીનું શુટીંગ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. ત્યારે સુશાંત સિંહની આ ફિલ્મની તસવીર લીક થઇ ગઇ છે. વેલ, તસવીર જોઇને કહેવુ મુશ્કેલ થઇ પડશે કે કોણ M.S.ધોની અને કોણ સુશાંત સિંહ.

એ.આર.રહેમાનને હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત

એ.આર.રહેમાનને હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત

બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર એ.આર.રહેમાનને મુંબઇમાં હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. બોલીવુડના જાણીતા નિર્માતા સુભાષઘાઇએ પંડિત હ્રદયનાથ મંગેશકરના 78માં જન્મદિવસ પર રહેમાનને પાંચમાં મંગેશ્કર પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ હરામખોરનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. શ્લોક શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં નવાઝની સાથે ન્યૂકમર શ્વેતા ત્રિપાઠી જોવા મળશે.

ટાઇગર શ્રોફની ફિલ્મનું પોસ્ટર ઋત્વિક અને શાહરૂખને આપશે ટક્કર

ટાઇગર શ્રોફની ફિલ્મનું પોસ્ટર ઋત્વિક અને શાહરૂખને આપશે ટક્કર

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ "અ ફ્લાઇંગ જાટ"નું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સુપર હીરોના રોલમાં જોવા મળશે. પોસ્ટર ઘણું આકર્ષક બનાવવામાં આવ્યું છે.

Asusએ નોટબુક Vivobook 4k લોન્ચ કર્યુ

Asusએ નોટબુક Vivobook 4k લોન્ચ કર્યુ

તાઇવાનની કંપની Asusએ પોતાની નવી નોટબુક Vivobook 4kને લોન્ચ કરી દીધી છે. આ નોટબુક 4k/UHD ડિસપ્લેની સાથે આવશે, અને લેટેસ્ટ Windows 10 ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરશે.

માત્ર 35,250 રૂપિયામાં મળશે મહિન્દ્રા સેંચુરો

માત્ર 35,250 રૂપિયામાં મળશે મહિન્દ્રા સેંચુરો

ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતા વાહનો રજૂ કરવા માટે જાણીતી દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ગ્રાહકો માટે નવુ આકર્ષણ લઇને આવી છે. જી હા, કંપનીએ આકર્ષક લુક અને દમદાર એંન્જીનની ક્ષમતા ધરાવતી મહિન્દ્રા સેંચુરોને આકર્ષક કિંમત સાથે બજારમાં રજૂ કરી છે.

English summary
October 28: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X