For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સા સરકારે આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ કર્યું

ઓરિસ્સા સરકારે આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓરિસ્સા સરકારે રાજ્યમાં આંતરજાતીય વિવાહને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વેબ પોર્ટલ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે આ પોર્ટલ લૉન્ચ કર્યું. આ પોર્ટલનું નામ 'સુમંગલ પોર્ટલ' નામ આપ્યું છે. પોર્ટલને એસસી/એસટી, અલ્પસંખ્યક અને પછાત વર્ગના કલ્યાણ વિભાગે તૈયાર કર્યું છે. આ દરમ્યાન સીએમ નવીન પટનાયકે આંતરરાજ્ય લગ્ન કરવા પર નવા વરવધુને આપવામાં આવતી પ્રોત્સાહન રાશિ પણ એક લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાનું એલાન કર્યું છે.

naveen patnaik

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સુમંગલ પોર્ટલનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે આંતરજાતીય વિવાહ સામાજિક એકતા અને સદ્ભાવ વધારવામાં મદદ કરે છે, સાથે જ જાતીય બેદભાવ ઘટાડે છે. આવા પ્રકારના વિવાહ સમાજમાં સમાનતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને પણ પ્રોત્સાહન આપે છે.

ઓરિસ્સામાં રાજ્યના છોકરા અને છોકરીઓ માટે આંતરજાતીય વિવાહ યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ આપવાની યોજના પહેલેથી જ ચાલી રહી છે. આના માટે હવે એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ અંતર્ગત મળતી રાશિ વધારી દેવામાં આવી છે. રાજ્ય સરકાર મુજબ આ યોજનાનો ઉદ્દેશ્ય સમાજમાં સદ્ભાવના પેદા કરવાનો છે. અલગ અલગ જાતિઓમાં લગ્નથી તેમની વચ્ચે દૂરી ઘટવાની વાત પણ સરકાર તરફથી કહેવામાં આવી છે.

આ યોજના અંતર્ગત લાભ મેળવતા પતિ પત્નીમાંથી એક અનુસૂચિત જાતિનો હોવો જોઈએ. અનુદાન માત્ર પહેલીવાર લગ્ન કરતા લોકોને જ આપવામાં આવશે. વિધવા અથવા વિધુરના મામલામાં પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. અરજીના 60 દિવસમાં પ્રોત્સાહન રાશિ પ્રાપ્ત કરવા માટે સુમંગલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાય છે. જણાવી દઈએ કે અગાઉ 2017માં ઓરિસ્સા સરકારે આંતરજાતીય વિવાહ માટે પ્રોત્સાહન રાશિને 50 હજારથી વધારી એક લાખ કરી હતી, જે હવે અઢી લાખ કરી દેવામાં આવી છે.

English summary
Odisha government launched portal for inter caste marriages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X