For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના સેન્ડ આર્ટિસ્ટે બનાવી ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પેઈન્ટિંગ , જુઓ Video

ઓરિસ્સાના રેત કલાકારે એક શાનદાર પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગની સુંદરતા જોઈને તમે દંગ રહી જશો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પ્રથમ આદિવાસી મહિલા અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સોમવારે દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે અને ત્યારબાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ અવસર પર ઓરિસ્સાના રેત કલાકારે એક શાનદાર પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગની સુંદરતા જોઈને તમે દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને દરેક લોકો પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સેન્ડ આર્ટિસ્ટે પોતાની મહેનત અને સમર્પણથી ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સેન્ડ એનિમેટેડ આર્ટ બનાવી છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. (વીડિયો નીચે)

સુંદર અને સર્જનાત્મક આર્ટ

સુંદર અને સર્જનાત્મક આર્ટ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કલાકાર પોતાની મહેનત અને સમર્પણથી રેતીની મદદથી ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. તે જોવામાં ખૂબ જ સુંદર અને સર્જનાત્મક લાગે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે એક માહિતી પણ આપી છે. માહિતીમાં તેણે લખ્યુ છે- ઓરિસ્સાના બેરહામપુરમાં રહેતા રેત કલાકાર સત્યનારાયણ મહારાણાએ દ્રૌપદી મુર્મૂની સુંદર પેઇન્ટિંગ બનાવી છે.

દ્રૌપદી મુર્મૂ આજે લેશે શપથ

દ્રૌપદી મુર્મૂ આજે લેશે શપથ

નોંધનીય છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે અને ત્યારબાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર સમારોહ સોમવારે સવારે લગભગ 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં થશે, જ્યાં મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન તેમને પદના શપથ લેવડાવશે. આ પછી તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિનુ સંબોધન થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પેઈન્ટિંગનો વીડિયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પેઈન્ટિંગનો વીડિયો

તમને જણાવી દઈએ કે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ શપથ લેશે. એ પહેલા તેમણે દિલ્લીમાં રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, રાજદ્વારી મિશનના વડાઓ, સંસદના સભ્યો અને સરકારી નાગરિક અને લશ્કરી અધિકારીઓના વડાઓ સમારોહમાં હાજરી આપશે.

English summary
Odisha Sand artist create animation ahead of Droupadi Murmu oath taking ceremony, Watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X