For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવાયા

બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી વાવાઝોડા ‘ફાની'એ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી વાવાઝોડા 'ફાની'એ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. એવી સંભાવના છે કે શુક્રવારે બપોરે પૂરી જિલ્લાના ચંદ્રભાગાથી 10 કિલોમીટર ઉત્તરમાં ટકરાશે, જેનાથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કમસે કમ 19 જિલ્લા પ્રભાવિત થશે. વાવાઝોડુ કિનારે ટકરાતા પહેલા 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેનાથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળા કમસે કમ 19 જિલ્લા પ્રભાવિત થશે.

આ પણ વાંચોઃ કિસાન મોર્ચાના ખેડૂતોને સંબોધિત કરશે મોદી, જયપુરમાં રાહુલની રેલીઆ પણ વાંચોઃ કિસાન મોર્ચાના ખેડૂતોને સંબોધિત કરશે મોદી, જયપુરમાં રાહુલની રેલી

ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોના લોકોને ખસેડવાનું શરૂ

ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોના લોકોને ખસેડવાનું શરૂ

હાલમાં ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઓડિશા પ્રશાસને દાવો કર્યો છે કે તે આ તોફાનનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વળી, લોકોને સલાહ આપવામાં આવી છે કે આજે તે જરૂરત વિના બહાર ના નીકળે. રાજ્યના 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યારે 11 જિલ્લાઓમાં આચાર સંહિતાને હટાવી દેવામાં આવી છે.

‘ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ

‘ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ

ઓડિશા સરકારે તોફાનથી પ્રભાવિત થનારા લોકો માટે 900 આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરી છે અને રાજ્યમાં ઈમરજન્સી ભોજન વિતરણ માટે બે હોલીકોપ્ટર તૈનાત કરવાનો અનુરોધ કર્યો છે. ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ બળ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની પણ ઘણી ટીમો પરિસ્થિતિને પહોંચી વળવા ટે સંપૂર્ણપણે તૈયાર છે તો વળી 17 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.

કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર એનડીઆરએફ

કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર એનડીઆરએફ

એનડીઆરએફે આંધ્રપ્રદેશમાં 12, ઓડિશામાં 28 અને પશ્ચિમ બંગાળમાં છ ટીમેને તૈનાત કરી છે. આ સાથે 32 ટીમો હોડી, વૃક્ષ કાપતા મશીનો અને દૂરસંચાર સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય છે. ઓડિશાના જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર થયુ છે તેમના નામ છે પૂરી, ગણપતિ, ગંજામ, ખુર્દા, નયાગઢ, કટક, જગતસિંહપુર, જાજપુર, ભદ્રક, કેન્દ્રપાડા, બાલેશ્વર, કંધમાલ, રાયગડા, અનુગુલ, ઢેંકાનાલ, કેંદુઝર, મયૂરભંજ, એ ગણપતિ, ગંજામ, પૂરી, ખુર્દા, રાયગડા, કંધમાલ આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

વાવાઝોડુ ‘ફાની'ની યુપી પર પણ થશે અસર

વાવાઝોડુ ‘ફાની'ની યુપી પર પણ થશે અસર

વાવાઝોડુ ‘ફાની' ઓડિશા-આંધ્રપ્રદેશ જેવા દરિયાકિનારાના વિસ્તારો ઉપરાતં ઉત્તરપ્રદેશમાં અસર કરી શકે છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે 2 અને 3 મેના રોજ ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારોમાં ફાનીના કારણે હલકાથી ભારે વરસાદ થઈ શકે છે. વળી, પૂરઝડપે પવન પણ આવી શકે છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને પણ નુકશાન થઈ શકે છે.

English summary
odish to start evacuating people as cyclone fani to make landfall ndrf army on standby
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X