Train Accident: બાલાસોર ટ્રેન દૂર્ઘટનામાં 233 મોત, રેસ્ક્યુ ઑપરેશન યથાવત, અહીં જાણો સવારની સ્થિતિ
Odisha Balasore Train Accident: ઓડિશાની બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેને શનિવારે (03 જૂન) સવારે માહિતી આપી કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 233 થઈ ગઈ છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમને જણાવી દઈએ કે ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર પાસે 02 જૂનના રોજ સાંજે 7 વાગ્યે શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12841) અને બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12864) અને માલગાડી વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. જે બાદ આ ભયાનક અકસ્માત થયો હતો.
દુર્ઘટનાના લગભગ 12 કલાક પછી પણ શનિવારે સવારે બચાવ કામગીરી ચાલુ છે. NDRF અને SDRFના 600-700 લોકો ઘટનાસ્થળે હાજર છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ બચાવકર્મીઓ હજુ પણ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે.
આ દરમિયાન, ઓડિશા સરકારે ટ્રેન દુર્ઘટનાને લઈને શનિવારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. શનિવારે એક દિવસના શોકની ઘોષણા કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે આ દિવસે કોઈ રાજ્ય સમારંભ યોજાશે નહીં.
કોંકણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ઓડિશામાં થયેલા દુ:ખદ અકસ્માતને ધ્યાનમાં રાખીને ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ફ્લેગ ઓફ સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી શનિવારે ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવાના હતા.
#WATCH | Latest visuals from the site of the deadly train accident in Odisha's Balasore. Rescue operations underway
— ANI (@ANI) June 3, 2023
The current death toll stands at 233 pic.twitter.com/H1aMrr3zxR












Click it and Unblock the Notifications
