Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Odisha train accident: મદદ માટે સૌથી પહેલા આવ્યા આ ફરિશ્તા, જાણો તેમના શબ્દોમાં એ રાતનો મંજર

ઓડિશામાં થયેલા રેલવે દુર્ઘટના હ્રદય કંપાવનારી હતી. જ્યાં ત્રણ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસ (12841), બેંગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12864) અને એક માલગાડી 2 જૂનની રાત્રે એક ભયાનક ટ્રેન દુર્ઘટનામાં પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 288 લોકો માર્યા ગયા હતા અને લગભગ 1000 ઘાયલ થયા હતા.

આવામાં આસપાસના લોકો દેવદુત બનીને લોકોના મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યા હતા. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા નગર અને કામરપુર ગામના પ્રથમ પહોંચનારા લોકોમાં હતા, જ્યારે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બહાનાગા બજાર સ્ટેશન નજીક ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, SMVT બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનની ટક્કર થઈ હતી.

Odisha train accident

25 વર્ષીય સૌભાગ્ય સારંગી જે અકસ્માત સ્થળથી માંડ 50 મીટરના અંતરે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ફાર્મસી સ્ટોર ધરાવે છે, તે ટિટાનસના ઈન્જેક્શનના બે ખાલી બોક્સ (દરેક બોક્સમાં 500 ડોઝ હતા) બતાવે છે, જે તેમણે બચેલા લોકોને આપ્યા હતા.

સારંગી કહે છે કે, મેં જોરથી અવાજ સાંભળ્યો ત્યારે હું બહાર દોડી ગયો. થોડીવારમાં જ લોકોને બચાવીને મારી દુકાન પાસે રોડ પર મૂકવામાં આવ્યા હતા. મેં તેમને ટિટાનસના ઇન્જેક્શન અને પેઇન કિલર આપવાનું શરૂ કર્યું હતું. મારા પડોશીઓ પણ તેમાં જોડાયા હતા. મેં પાટો અને અન્ય દવાઓ પણ આપી. આખરે હું સવારે 4 વાગ્યે ઘરે ગયો.

સારંગી કહે છે કે, તેણે લગભગ 8,000 રૂપિયાનો ખર્ચ કર્યો હશે. આવી ગંભીર સ્થિતિમાં હું પૈસા કેવી રીતે માંગી શકું? શું હું માણસ નથી?

64 વર્ષીય એક નિવૃત્ત સરકારી કર્મચારી નીલામ્બર બેહેરા જે બિલ્ડિંગમાં ફાર્મસી સ્ટોર છે તેના પહેલા માળે રહે છે. તેમણે જણાવે છે કે, અમે જોરથી ધડાકાનો અવાજ સાંભળ્યો અને બહાર દોડી આવ્યા. અમે જે જોયું તેનું વર્ણન કરી શકતા નથી. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. જે બાદ અમે મદદ માટે ઝંપલાવ્યું.

બેહરાની પત્ની રિનામણી કહે છે કે, તેમના પરિવારે લગભગ 50 બાળકોને ખોરાક અને આશ્રય આપ્યો હતો, જેઓ બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ પટનાના 14-15 વર્ષના હતા. અમે તેમને અમારા ટેરેસ પર રાખ્યા અને તેમને ભોજન આપ્યું. તેઓ બીજા દિવસે સવાર સુધી અમારી સાથે હતા. અમે તેમને બીજા દિવસે સત્તાવાળાઓને સોંપી દીધા.

તેમના પુત્ર, ચંદન કુમાર, જેઓ ટ્યુશન સેન્ટર ચલાવે છે, ફસાયેલા લોકોને બચાવવા દોડી ગયેલા લોકોમાં સામેલ હતા. ચંદન કુમાર જણાવે છે કે, મારા બે મિત્રો ટ્રેનમાં હતા. તેઓ મને મારા સેલફોન પર કોલ કરવામાં સફળ થયા, અને હું તેમને શોધવા ગયો. હું તેમને બચાવવા સક્ષમ હતો, તેઓ બંને ઘાયલ થયા હતા. જે પછી બીજા ઘણા લોકો હતા. જ્યારે હું અન્ય કેટલાકને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મને મારા જમણા પગમાં ઊંડો કટ લાગ્યો હતો. મારે ટાંકા લેવા પડ્યા. અમે આખી રાત ઘટનાસ્થળે રોકાયા હતા.

તેમના પાડોશી ઝુલન દાસ, જેમના પતિ રેલવેમાં નોકરી કરે છે, તેમણે બચી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી, જ્યારે તેમના 12 વર્ષના પુત્ર રિદ્ધિમાને ઘાયલોને તેમના પરિવારનો સંપર્ક કરવામાં મદદ કરી હતી.

રિદ્ધિમાન કહે છે કે, તેમાંના ઘણા અમારા ઘર પાસે ભેગા થયા હતા. મારી માતા ઘાયલોને પ્રાથમિક સારવાર આપી રહી હતી. મેં ઘાયલોના સંબંધીઓને ફોન કર્યો. તેઓ બેબાકળા હતા.

તેમના ઘરની સામે લક્ષ્મી સ્ટોર્સ છે, મહેશ કુમાર ગુપ્તાની માલિકીની કરિયાણાની દુકાન, જેઓ મફત પીવાનું પાણી અને સૂકો ખોરાક પૂરો પાડતા હતા. શરૂઆતમાં મેં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સ્ટોર બંધ કર્યો હતો, પરંતુ મેં પછીથી મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખી, પાણી અને સૂકો ખોરાક પૂરો પાડ્યો હતો.

બહાનાગા બજાર ખાતે ગુપ્તાની દુકાનથી લગભગ 100 મીટર દૂર રહેતી સૌમ્યરંજન લુલુ જણાવે છે કે, જે એક દુકાનના માલિક પણ છે, યાદ કરે છે કે, કેવી રીતે તે અને કેટલાક અન્ય લોકો પાટા પરથી ઉતરેલા કોચ પર ચઢ્યા અને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે ખુલ્લી બારીઓ તોડી હતી.

સૌમ્યરંજન લુલુ જણાવે છે કે, લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. અમે લોખંડનો સળિયો લીધો અને બારી તોડી નાખી. અમે બને તેટલાને બહાર ખેંચ્યા. મેં કેટલા ગણ્યા નથી. તેમાંથી બે મારા ખભા પર મૃત્યુ પામ્યા. હું તેમને રસ્તા પર છોડીને પાછો અંદર ગયો.

અન્ય દુકાનના માલિક હરિહર મોહંતી, 55 કહે છે કે, અમે પાણીના પાઉચ લીધા અને ઘાયલ મુસાફરો પર રેડ્યા. તેમની આસપાસ વિચ્છેદિત મૃતદેહો પડેલા છે.

અકસ્માત સ્થળની બીજી બાજુ કામરપુર ગામના રહેવાસી પ્રતાપ સિંહ કહે છે કે, તેઓએ ઘાયલોને લઈ જવા માટે 'સ્ટ્રેચર' બનાવવા માટે ખાલી સિમેન્ટની થેલીઓ હાથથી ટાંકા કરી હતી.

પ્રતાપ સિંહ કહે છે કે, મોટો અવાજ સાંભળીને અમે સ્થળ પર દોડી ગયા. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ઘાયલોને લઈ જવા માટે અમારી પાસે સ્ટ્રેચર ન હતા, તેથી અમે ખાલી સિમેન્ટની થેલીઓને ટાંકા મારી સીવી આપી. મેં મારા મિત્ર પાસેથી ગેસ-કટર ઉધાર લીધું અને ડબ્બો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

લીલી હંસદા જણાવે છે કે, અમે શક્ય તેટલા લોકોને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ઘણા પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા. ઘણાના હાથ અને પગ કપાયેલા હતા. અમે સવાર સુધી ત્યાં કામ કર્યું.

ભગાબન હેમબ્રામ કહે છે કે, પોલીસ અને સત્તાવાર બચાવ ટુકડીઓ ઘણી પાછળથી આવી હતી. ઘાયલોના લોહીથી મારા કપડાં લાલ થઈ ગયા હતા.

સત્યનારાયણ મુલિક જણાવે છે કે, તે માત્ર અમારું ગામ ન હતું. આજુબાજુના ગામો અને બહાનાગા બજાર વિસ્તારના લોકો સૌથી પહેલા પહોંચ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X