લાભના પદ મામલે આપ MLAએ હાઇકોર્ટમાં કરેલ અરજી પરત ખેંચી

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી હાઇકોર્ટ લાભના પદ ધારણ કરવા મામલે અયોગ્ય ઘોષિત થયેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અંગેની અરજી પર સોમવારે સુનવણી કરનાર હતા, જો કે સોમવારે જ ધારાસભ્યો દ્વારા આ અરજી પરત ખેંચવામાં આવી હતી. આ પહેલાં શુક્રવારે હાઇકોર્ટે આ મામલે આપના ધારાસભ્યોને તાત્કાલિક રાહત આપવાની મનાઇ ફરમાવી હતી. ત્યાર બાદ રવિવારે ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં ચૂંટણી પંચની અરજીને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. રાષ્ટ્રપતિએ મહોર માર્યા બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે પછી આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઇકોર્ટમાં ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરતા આદેશને પડકારતા અરજી દાખલ કરી હતી.

arvind kejriwal

જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચનો પક્ષ સાંભળ્યા વિના હું આ મામલે કોઇ પણ પ્રકારનો અંતિમ આદેશ પાસ ન કરી શકું. સાથે જ તેમણે ચૂંટણી પંચને તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. 19 જાન્યુઆરીના રોજ આપના 20 ધારાસભ્યોને લાભ પદ ધારણ કરવાના મામલે રાષ્ટ્રપતિને અરજી મોકલવામાં આવી હતી. આપના ધારાસભ્યોએ હાઇકોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પંચે તેમનો પક્ષ સાંભળ્યા વગર જ નિર્ણય આપી દીધો છે અને આથી જ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

English summary
Offices of profit Aam Aadmi Party Arvind Kejriwal Delhi High Court petition Election Commission.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.