10 ડિસેમ્બરથી 500 રુપિયાની જૂની નોટ રેલવે, મેટ્રો, બસમાં બંધ

Subscribe to Oneindia News

10 ડિસેમ્બરથી 500 રુપિયની જૂની નોટ રેલવે, મેટ્રો અને બસમાં ચાલવાનું બંધ થઇ જશે. હાલમાં ત્રણ જગ્યાએ 500 રુપિયાની જૂની નોટ બંધ કરવામાં આવશે. પરંતુ દૂધવાળા સહિત 15 દુકાનો પર 500 રુપિયાની નોટ ચાલતી રહેશે. પીટીઆઇના સમાચાર મુજબ સરકારે આ નિર્ણય કર્યો છે. પહેલા 15 ડિસેમ્બર સુધી 500 રુપિયાની જૂની નોટ રેલવે, મેટ્રો અને બસમાં યાત્રા કરવા માટે ટિકિટ ખરીદવા માટે વાપરી શકાતી હતી. પરંતુ સરકારે હવે આ નવો નિર્ણય લીધો છે.

500 rs

તમને જણાવી દઇએ કે 8 નવેમ્બર, 2016 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોષણા કરીને કહ્યુ હતુ કે વિમુદ્રીકરણ દ્વારા 500-1000 રુપિયાની જૂની નોટ બંધ કરવામાં આવે છે. આવુ એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કારણકે તેનાથી કાળુનાણુ પાછુ મેળવી શકાય. પીએમ મોદીએ દેશના લોકો પાસે 50 દિવસનો સમય માંગતા કહ્યુ હતુ કે દેશની જનતા આટલો સમય આપે.

પીએમ મોદીના આ નિર્ણયને કારણે વિપક્ષ સતત તેનો વિરોધ કરી રહ્યો છે. આ નિર્ણયને પાછો લેવાની માંગ વિપક્ષ કરી રહ્યુ છે. આ તરફ સામાન્ય જનતાને તકલીફ થઇ રહી છે કારણકે બેંક પૈસા નથી આપી રહી અને એટીએમમાં પૈસા નથી. સરકારે લોકોને રાહત આપવા માટે ઓનલાઇન 2000 રુપિયાથી વધુની ખરીદી પર સર્વિસ ટેક્સ માફ કરી દીધો છે.

English summary
old 500 rupees note will not accept in railway, metro and bus services
Please Wait while comments are loading...