For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંપત્તિ માટે વૃદ્ધ પિતાને કપાતર પુત્રએ અંધારિયા રૂમમાં કર્યા કેદ, રાખ્યા ભૂખ્યા-તરસ્યા

યુપીના મેરઠમાં એક પુત્રની કરતૂત સામે આવી છે. સંપત્તિ માટે પુત્રએ પોતાના પિતાને જ ઘરમાં કેદ કરી લીધા.

|
Google Oneindia Gujarati News

યુપીના મેરઠમાં એક પુત્રની કરતૂત સામે આવી છે. સંપત્તિ માટે પુત્રએ પોતાના પિતાને જ ઘરમાં કેદ કરી લીધા. અંધારિયા રૂમમાં બંધ પિતાને ઘણા દિવસો સુધી ભૂખ્યા-તરસ્યા રાખ્યા. જ્યારે પુત્રી પોતાના પિતાને છોડાવવા પહોંચી ત્યારે તેની સાથે પણ મારપીટ કરવામાં આવી. પિતાને મુક્ત કરાવવા માટે હવે દીકરીએ એસએસપીની મદદ માંગી છે. એસએસપીએ પોલિસ સ્ટેશનમાં કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

meerut

શું છે સમગ્ર કેસ

કેસ મેરઠ મહાનગરના બ્રહ્મપુરી પોલિસ સ્ટેશન વિસ્તારના શિવશક્તિ નગરનો છે. એસએસપી પાસે પહોંચેલી દીકરી મીનાક્ષીએ જણાવ્યુ કે તેના ભાઈએ પિતાને ઘરના એક અંધારિયા રૂમમાં કેદ કરીને રાખ્યા છે. તેમને ભૂખ્યા-તરસ્યા રાખવામાં આવ્યા છે. તે ખૂબ જ દયનીય હાલતમાં છે. મીનીક્ષીએ પોલિસને એક વીડિયો પણ સોંપ્યો જેમાં તેના પિતા ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે.

પિતાએ ઈશારાથી પોતે ભૂખ્યા હોવાનુ જણાવ્યુ

મીનાક્ષીએ પોલિસને જણાવ્યુ કે જ્યારે તે પોતાના પિતાને છોડાવવા માટે ગઈ ત્યારે તેના ભાઈએ મારપીટ કરીને તેને ઘરેથી ભગાડી દીધી. ત્યારબાદ તે સમાજસેવી સંસ્થા સારથીના સંચાલક કલ્પના પાંડે સાથે ઘરે ગઈ. અહીં તેમણે બારીની ઉપર લોખંડની જાળી ખોલીને રૂમમાં બંધ નરેશ કુમાર સાથે વાતચીત કરવાની કોશિશ કરી. તેમણે ઈશારાથી પોતાને ભૂખ્યા બતાવ્યા. ત્યારબાદ કલ્પના પાંડેએ તેમને જમવાનુ આપ્યુ. જો કે આ દરમિયાન આરોપી દીકરો ઘરે નહોતો. પિતાની મુક્તિ માટે હવે દીકરીએ એસએસપીની મદદ માંગી છે. એસએસપીએ પોલિસને કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પોલિસ આ કેસને સંપત્તિ સાથે જોડાયેલો વિવાદ માની રહી છે. વળી, એસપી સિટીએ બંને ભાઈ-બહેનને બેસાડીને વિવાદ ઉકેલવાની વાત કહી છે.

આ પણ વાંચોઃ સુરવીન ચાવલાનો ખુલાસો, 'ડાયરેક્ટર મારા શરીરનનો એક-એક ઈંચ જોવા માંગતો હતો'આ પણ વાંચોઃ સુરવીન ચાવલાનો ખુલાસો, 'ડાયરેક્ટર મારા શરીરનનો એક-એક ઈંચ જોવા માંગતો હતો'

English summary
old father hostage by son for property in meerut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X