For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું

ઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ ફરી એકવાર ચોંકાવનારો ફેસલો લીધો છે અને એક એવા સાંસદને લોકસભા સ્પીકર માટે ચૂંટ્યા છે જેમનું નામ રેસમાં પણ સામેલ નહોતું. રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલાને આજે લોકસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મંગળવારે જ તેમણે પોતાનું નામાંકન કર્યું હતું. તેમની વિરુદ્ધ કોઈએ પણ ફોર્મ નહોતું ભર્યું, એવામાં તેમને પસંદ કરવામાં આવે તે નક્કી જ છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનડીએના તમામ દળ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ ઓમ બિરલાના નામને સમર્થન કર્યું.

ઓમ પ્રકાશ બન્યા લોકસભા સ્પીકર

ઓમ પ્રકાશ બન્યા લોકસભા સ્પીકર

પીએમ મોદીએ ઓમ બિરલાના નામે પ્રસ્તાવ રાખ્યો. જેનું રાજનાથ સિંહે સમર્થન કર્યું. જે બાદ અમિત શાહ, અરવિંદ સાવંત સહિત અન્ય કેટલાય સાંસદોએ ઓમ બિરલાનો પ્રસ્તાવ રાખ્યો અને અન્ય સાંસદોએ તેમનું સમર્થન કર્યું. પસંદગી પ્રક્રિયા બાદ ઓમ બિરલાએ સ્પીકર પદની ખુરશી સંભાળી અને સદનની કાર્યવાહી આગળ વધારી. કોંગ્રેસ પાર્ટી તરફથી પણ આ પ્રસ્તાવને સમર્થન કરવામાં આવ્યું છે.

વિપક્ષીઓએ પણ સમર્થન આપ્યું

વિપક્ષીઓએ પણ સમર્થન આપ્યું

ભાજપે લોકસભા સ્પીકર માટે એનડીએમાં પોતાના સાથી શિવસેના, જેડીયૂ, અકાળી દળ સાથે મળી ઓમ બિરલાનું નામ આગળ વધાર્યું. એનડીએના સાથિઓ સિવાય ઓરિસ્સાના બીજૂ જનતા દાળે પણ ઓમ બિરલાને સમર્થન આપ્યું. જ્યારે કોંગ્રેસની બેઠકમાં નક્કી થયું કે તેમના તરફથી કોઈને પણ ઉભા કરવામાં નહિ આવે, સાથે જ તેમની પસંદગીનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ઓમ બિરલાના પ્રસ્તાવકોમાં પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત એનડીએના અન્ય નેતા પણ સામેલ હતા.

કોણ છે ઓમ બિરલા

કોણ છે ઓમ બિરલા

ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ છે અને બીજીવાર લોકસભા ચૂંટણી જીત્યા છે. અગાઉ તેઓ રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે. 2014માં કેટલીક સંસદીય સમિતિઓમાં રહ્યા. આ ઉપરાંત તેમની પ્રબંધન ક્ષમતા પણ સારી છે. મોટા નેતાઓ સાથે તેમના સંબંધ પણ સારા છે. જો કે વસુંધરા રાજે સાથે તેમને બરાબર નથી જામતી. જો રાજનૈતિક કરિયરની વાત કરીએ તો ઓમ બિરલા 2014માં 16મી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કોટાથી સાંસદ બન્યા. પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ બીજીવાર આ સીટથી સાંસદ બન્યા. અગાઉ 2003, 2008 અને 2013માં કોટાથી જ ધારાસભ્ય બન્યા. આવી રીતે તેઓ કુલ ત્રણવાર ધારાસભ્ય અને બેવાર સાંસદ રહી ચૂક્યા છે.

બજેટમાં સરકારી બેંકોને મોદી સરકાર મોટી રાહત આપી શકે છેબજેટમાં સરકારી બેંકોને મોદી સરકાર મોટી રાહત આપી શકે છે

English summary
om birla elected as speaker of 17th lok sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X