For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનને લઈને થઈ જાવ સાવધાન! નાઈટ કર્ફ્યુ, ન્યૂ યર પાર્ટી બેન, જાણો તમારા રાજ્યમાં શું છે ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જાણો દરેક રાજ્યની ગાઈડલાઈન્સ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં ઓમિક્રૉનના કુલ કેસ 358 સુધી પહોંચી ગયા છે. સરકારી આંકડા અનુસાર મહારાષ્ટ્ર્માં સૌથી વધુ ઓમિક્રૉનના 88 કેસ છે. દિલ્લીમાં 67 છે. ત્યારબાદ તેલંગાનામાં 38 અને તમિલનાડુમાં 34ની આસપાસ છે. જેને જોઈને દેશના ઘણા રાજ્યોએ ઓમિક્રૉનને લઈને નવા વર્ષની ઉજવણી મનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ક્રિસમક અને નવા વર્ષની ઉજવણી પહેલા કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સાથે-સાથે ન્યૂ યર પાર્ટી પણ બેન કરવામાં આવી છે. ઘણા રાજ્યોએ ઓમિક્રૉનના જોખમને જોતા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આવો, જાણીએ કયા રાજ્યમાં કયા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે?

મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનને લઈને શું છે નવા નિયમ?

મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનને લઈને શું છે નવા નિયમ?

મહારાષ્ટ્રે સાર્વજનકિ સ્થળોએ રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે પાંચથી વધુ લકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહારાષ્ટ્રમાં રેસ્ટોરાં, થિયેટરો અને જિમ 50 ટકા ક્ષમતા સાથે કામ કરી શકે છે. વળી, લગ્નોમાં બેંક્વેટ અને મેરેજ હૉલ જેવી સંસ્થાઓમાં 100થી વધુ મહેમાનોને અનુમતિ નહિ આપવામાં આવે. જો કે, ખુલ્લી જગ્યામાં આયોજિત લગ્નોમાં 250 મહેમાનો શામેલ થઈ શકે છે. સામાજિક, રાજકીય કે ધાર્મિક કાર્યો માટે મહારાષ્ટ્ર સરકારે કહ્યુ છે કે જો સંલગ્ન સ્થળમાં આયોજિત કરવામાં આવે તો ઉપસ્થિત લોકોની કુલ સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ અને જો ખુલ્લા સ્થળે આયોજિત કરવામાં આવે તો 250થી વધુ ન હોવી જોઈએ.

મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ઓમિક્રૉનને લઈને શું છે ગાઈડલાઈન

મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ઓમિક્રૉનને લઈને શું છે ગાઈડલાઈન

મધ્ય પ્રદેશ સરકારે પણ નાઈટ કર્ફ્યુ લાગૂ કર્યા છે. મધ્ય પ્રદેશમાં પણ ક્રિસમસ અને નવા વર્ષના દિવસે ઉજવણી પર શુક્રારે નવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતે આઠ શહેરોમાં રાતના કર્ફ્યુનો સમય બે કલાક વધારી દીધો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર એક અધિસૂચના મુજબ રાતનો કર્ફ્યુ રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાના બદલે રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

ઉત્તર પ્રદેશમાં ઓમિક્રૉનને લઈને શું છે એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ઓમિક્રૉનને લઈને શું છે એલર્ટ

ઉત્તર પ્રદેશની સરકારે શનિવારે રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગૂ કરી દીધુ છે. યુપીમાં સરકારે લગ્ન જેવા સામાજિક આયોજનો પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેને 200 લોકો સુધી સીમિત કરી દીધુ છે. યુપીમાં કોવિડ-યોગ્ય વ્યવહારનુ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે પોલિસ પેટ્રોલિંગ તેજ કરી દીધુ છે અને રાજ્યમાં આવનારા યાત્રીઓ માટે એરપોર્ટ, બસ સ્ટેશન અને રેલવે ટર્મિનલો પર સાવચેતી વધારી દીધી છે.

તમિલનાડુમાં સરકારે ઓમિક્રૉનને લઈને લગાવ્યા નવા નિયમ

તમિલનાડુમાં સરકારે ઓમિક્રૉનને લઈને લગાવ્યા નવા નિયમ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મોટા અધિકારીએ સાથે બેઠક કર્યા બાદ રાજ્યમાં કડક પ્રતિબંધો જાહેર કરી દીધા છે. ઓમિક્ર઼નને લઈન થયેલી બેઠકમાં આ પ્રસારને રોકવા માટે વિચાર કરવામાં આવ્યો છે. રાજ્ય પોતાના એરપોર્ટ પર ઉતરતા બધા આંતરરાષ્ટ્રીય પરીક્ષણો પર પણ વિચાર કરી રહ્યુ છે.

હરિયાણામાં પણ નાઈટ કર્ફ્યુ લાગુ

હરિયાણામાં પણ નાઈટ કર્ફ્યુ લાગુ

હરિયાણાએ શનિવાર રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી માટે નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે. હરિયાણાએ ઈનડોર અને આઉટડોર આયોજનોમાં મોટાભાગના લોકોની સંખ્યાને ક્રમશઃ 200 અને 300 લોકો સુધી સીમિત કરી દીધી. ઓરિસ્સાએ પણ ક્રિસમસ અને નવા વર્ષના દિવસની ઉજવણી પર શુક્રવારે નવા પ્રતિબંધ લગાવ્યા છે. પ્રતિબંધ શનિવારથી લાગુ થશે અને 5 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

English summary
Omicron in India: Night curfew, New Year party ban, Know the guidelines in your state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X