For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના કેટલાય રાજ્યોમાં Omicron નું કોમ્યુનિટી સ્પ્રેડ, એક્સપર્ટ્સ ચિંતિત

દેશના કેટલાય રાજ્યોમાં Omicron નું કોમ્યુનિટી સ્પ્રેડ, એક્સપર્ટ્સ ચિંતિત

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસને લઈ મોટાભાગના લોકો ધારણા બનાવી ચૂક્યા છે કે હવે આ વેરિયન્ટથી ડરવાની જરૂરત નથી. કેટલાક લોકો તો એવું પણ માને છે કે કોરોના હવે ખતમ થઈ ચૂક્યો છે. જો કે આ ખોટું છે, કેમ કે દેશમાં દરરોજ 3 લાખથી વધુ મામલા સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મામલા તેજીથી વધી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને લઈ ચેતવણી જાહેર કરી છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે કોરોનાનો ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, BA.2 જેવા સ્ટ્રેન ભવિષ્યમાં વધુ જોવા મળશે. ભારત માટે ચિંતાની વાત એ છે કે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ હવે કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજ પર પહોંચી ગયો છે. જેનો મતલબ કે આ કોઈપણ વ્યક્તિ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વિના અથવા સંક્રમિત જગ્યાએ ગયા વિના પણ કોરોના પોઝિટિવ થઈ જશે.

6 ફેબ્રુઆરી સુધી પીક પર હશે કોરોનાની લહેર

6 ફેબ્રુઆરી સુધી પીક પર હશે કોરોનાની લહેર

IIT મદ્રાસના સ્ટડી મુજબ ભારતમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોનાવાયરસ પીક પર હશે. એટલે કે આગલા 2 અઠવાડિયા 6 ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસ સૌથી વધુ હશે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ સંક્રમણ ફેલાવવાનો દર જણાવતી 'R-Value' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે ઓછો થઈ 1.57 રહી ગઈ. એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે તે આર વેલ્યૂ જણાવે છે. જો આ દર એકથી નીચે ચાલી જાય છે તો માનવામાં આવે કે વૈશ્વિક મહામારી સમાપ્ત થઈ ગઈ છે.

ટેસ્ટ દ્વારા બધા વેરિયન્ટ્સ પકડવા મુશ્કેલ

ટેસ્ટ દ્વારા બધા વેરિયન્ટ્સ પકડવા મુશ્કેલ

જ્યારે આ મામલે બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર સુનીત કે સિંહનું કહેવું છે કે કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાનો વિષય છે. ઓમિક્રોનના જે નવાં વેરિયન્ટ સામે આવ્યાં છે, તેને ટેસ્ટ કરીને પકડવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે કોરોનાના બધા જ વેરિયન્ટ્સને જીનોમ સિક્વેંસિંગના માધ્યમથી ઓળખી શકાય છે, પરંતુ જ્યાં સુધી જિનોમ સીક્વેંસિંગના પરિણામ આવે છે ત્યાં સુધીમાં આ ઘણા લોકોને સંક્રમિત કરી ચૂક્યો હોય છે એટલે કે સંક્રમણની સ્પીડ ઘણી થઈ ચૂકી હોય છે.

પાછલા અઠવાડિયે સંક્રમણના મામલામાં 150%નો વધારો

પાછલા અઠવાડિયે સંક્રમણના મામલામાં 150%નો વધારો

કોરોનાની પીક ભલે ઘણા લોકો માટે ચિંતાની વાત ના હોય, પરંતુ વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશનથી વેરિયન્ટ કેટલો ખતરનાક હોય શકે છે, તેને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચિંતિત છે. WHOએ કહ્યું કે ભારતમાં તેજીથી વધતા કોરોના સંક્રમણના મામલાના કારણે જ દક્ષિણ-પૂર્વ એશિયામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંગઠન મુજબ પાછલા એક અઠવાડિયામાં ભારતમાં કોવિડ મામલાની સંખ્યા 150 ટકાથી વધી છે. અહીં 23 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા અઠવાડિયે કોરોનાના 15,94,160 નવા મામલા નોંધાયા હતા, જ્યારે પાછલા અઠવાડિયે આ આંકડા 6,38,872 હતા.

English summary
Omicron's community spread in several states, experts worried
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X